________________
योगसारः १२२२ परमात्माज्ञा-रागादिदोषा निहन्तव्याः शत्रवस्तस्य नगरं कोशञ्च लुण्टन्ति । ततश्च राज्ञः परिभवो भवति । एवं स्वात्मगुणसम्पदं रक्षितुकामेन सर्वप्रयत्नेनाऽऽन्तरशत्रवो निहन्तव्याः । यदि स आन्तरशत्रुहनने प्रमाद्यति तर्हि ते तस्य गुणसम्पत्ति लुण्टन्ति । ततश्चाऽऽत्मा दरिद्रीभूय दुर्गतिं प्रयाति । आन्तरशत्रवोऽतिभयङ्कराः । ततस्तेषां हनने क्षणमात्रमपि प्रमादो न विधेयः । सदा तेषां हनने प्रयत्नो विधेयः । आत्मनि वर्तमाना दोषाः सूक्ष्मधियाऽन्वेषणीयाः । अनेकशो जीवा इमान्दोषान्गुणरूपेण पश्यन्ति । दोषान्सम्यगवगम्य तन्निहननोपायाश्चिन्तनीयाः । ततस्ते उपाया दृढं प्रयोक्तव्याः । कदाचिदान्तरशत्रूणां प्रबलत्वेनाऽऽत्मनः पराजयोऽपि भवेत्, तथाप्यान्तरशत्रुनिहननप्रयत्ना न मोक्तव्याः, सदा तन्निहननार्थं प्रयत्नशीलेन भाव्यम्, पौनःपुन्यं प्रहृत्य ते जीर्णीकर्त्तव्याः । ततस्ते आत्मनो निष्काशितव्याः । शत्रवः शस्त्रैर्हन्यन्ते। दोषाः प्रतिपक्षभावनाभिर्हन्तव्याः । वैराग्येण रागो जेयः । मैत्रीभावेन द्वेषो विजेयः । प्रमोदभावेन मत्सरो विजेतव्यः । करुणया नृशंसत्वं जेयम् । गुणानुरागेण दोषदृष्टिर्हन्तव्या । अशुचिभावनया विषयवासना हेया। प्रसन्नतया दैन्यं निहन्तव्यम् । अनित्यभावनया शोको हन्तव्यः । હણે છે. જો તે શત્રુઓને હણવામાં પ્રમાદ કરે તો શત્રુઓ તેના નગરને અને ભંડારને લૂંટી લે. તેથી રાજાનો પરાભવ થાય. એમ પોતાના આત્માની સમ્પત્તિની રક્ષા કરવા ઈચ્છનારે બધા પ્રયત્નોપૂર્વક અંદરના શત્રુઓને હણવા. જો તે અંદરના શત્રુઓને હણવામાં પ્રમાદ કરે તો તેઓ તેની ગુણસમ્પત્તિને લૂંટી લે. તેથી આત્મા દરિદ્ર થઈને દુર્ગતિમાં રવાના થઈ જાય. અંદરના દુશ્મનો બહુ ભયંકર છે. તેથી તેમને હણવામાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. હંમેશા તેમને હણવાનો પ્રયત્ન કરવો. આત્મામાં રહેલા દોષો સૂક્ષ્મબુદ્ધિથી શોધવા. અનેકવાર જીવો આ દોષોને ગુણરૂપે જુવે છે. દોષોને બરાબર ઓળખી તેમને હણવાના ઉપાયો વિચારવા. પછી તે ઉપાયોનો દઢતાપૂર્વક અમલ કરવો. ક્યારેક અંદરના શત્રુઓ બળવાન હોવાથી આત્માનો પરાજય પણ થાય, છતાં પણ અંદરના શત્રુઓને હણવાના પ્રયત્નો મૂકવા નહી. હંમેશા તેમને હણવા પ્રયત્નશીલ બનવું. વારંવાર પ્રહાર કરીને તેમને જીર્ણ કરવા. પછી તેમને આત્મા ઉપરથી કાઢી નાખવા. શત્રુઓ શસ્ત્રોથી હણાય છે. દોષો પ્રતિપક્ષી ભાવનાઓથી હણાય છે. વૈરાગ્યથી રાગને જીતવો. મૈત્રીભાવથી દ્વેષને જીતવો. પ્રમોદભાવથી ઈર્ષ્યાને જીતવી. કરુણાથી નિષ્ફરતાને જીતવી. ગુણાનુરાગથી દોષદષ્ટિને હણવી. અશુચિભાવનાથી વિષયવાસનાનો ત્યાગ કરવો.