________________
७४
सर्वदा सम्यग्ज्ञानदर्शनशीलानि पोषणीयानि योगसारः १/२२ बोधरूपम् । गुरूपदेश - शास्त्रपठन - चिन्तनादिभिस्तत्स्वजीवने वर्धनीयम् । परोपदेशशास्त्रपाठनादिभिस्तत्परजीवनेऽपि वर्धनीयम् । सम्यग्दर्शनं जिनोक्ततत्त्वेषु श्रद्धानरूपम् । जिनभाषिततत्त्वेषु शङ्काया अकरणेन कुदर्शनानां काङ्क्षायाः परिहारेण च सम्यक्त्वं दृढीकर्तव्यम्। गुरूपदेश-दर्शनप्रभावकशास्त्राभ्यास-परदर्शनमिथ्याभावज्ञानादिभिः सम्यक्त्वस्य वृद्धिः कर्त्तव्या। सम्यक्चारित्रं जिनोक्ततत्त्वानां पालनरूपम् । असंयमत्यागप्रमादपरिहार-संयमदृढपालन-स्वरूपरमणतादिभिश्चारित्रस्य वृद्धिः कर्त्तव्या । सम्यग्ज्ञानदर्शन- चारित्राणि त्रीण्याध्यात्मिकरत्नानि। यथा यथा सम्यग्ज्ञान-दर्शन-चारित्राणां वृद्धिर्भवति तथा तथाऽऽत्मनो मुक्तिर्नेदीयसी भवति । परमप्रकर्षप्राप्तेषु सम्यग्ज्ञानदर्शनचारित्रेष्वात्मा मुक्तो भवति । रत्नत्रयवृद्धिः सर्वदा कर्त्तव्या, न तु कदाचिदेव । ___ इयं परमात्मनस्तृतीयाऽऽज्ञा-रागद्वेषादयो दोषाः प्रतिक्षणं निहन्तव्याः । स्वीयं नगरं कोशञ्च रक्षितुमिच्छराजा सर्वप्रयत्नेन शत्रून्निहन्ति । यदि स शत्रुनिहनने प्रमाद्यति तर्हि
બોધ. ગુરુમહારાજના ઉપદેશનું શ્રવણ, શાસ્ત્રવાંચન, ચિન્તન વગેરેથી પોતાના જીવનમાં સમ્યજ્ઞાન વધારવું અને બીજાને ઉપદેશ આપવો, શાસ્ત્રો ભણાવવા વગેરે વડે બીજાના જીવનમાં પણ સમ્યજ્ઞાન વધારવું. સમ્યગ્દર્શન એટલે ભગવાને કહેલા તત્ત્વો ઉપરની શ્રદ્ધા. ભગવાને કહેલા તત્ત્વોમાં શંકા ન કરવા વડે અને કુદર્શનોની કાંક્ષાનો ત્યાગ કરવા વડે સમ્યક્ત દઢ કરવું. ગુરુમહારાજના ઉપદેશનું શ્રવણ, દર્શનપ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ, પરદર્શનો ખોટા છે એવું જ્ઞાન વગેરે વડે સમ્યક્તની વૃદ્ધિ કરવી. સમ્યકૂચારિત્ર એટલે ભગવાને કહેલા તત્ત્વોનું પાલન. અસંયમનો ત્યાગ કરવો, પ્રમાદનો ત્યાગ કરવો, સંયમનું દઢ રીતે પાલન કરવું, સ્વરૂપમાં રમવું વગેરે વડે ચારિત્રની વૃદ્ધિ કરવી. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શનસમ્યફચારિત્ર એ ત્રણ આધ્યાત્મિક રત્નો છે. જેમ જેમ સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શનસમ્યફચારિત્રની વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્માની મુક્તિ નજીક થાય છે. સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન-સમ્યફચારિત્ર જ્યારે પ્રકૃષ્ટ કોટીના બને છે ત્યારે આત્મા મુક્ત બને છે. રત્નત્રયીની વૃદ્ધિ હંમેશા કરવી, ક્યારેક જ નહીં.
પરમાત્માની આ ત્રીજી આશા છે કે રાગ-દ્વેષ વગેરે દોષો પ્રતિક્ષણ હણવા. પોતાના નગર અને ભંડારનું રક્ષણ કરવા ઇચ્છનાર રાજા બધા પ્રયત્નોપૂર્વક શત્રુઓને