________________
ર
[ તવતરે
(૨) પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની જ ઉદયતિથિ લેવી કે જે દિવસમાં ક્ષીણતિથિ સંપૂર્ણ ભોગવાય છે.
(૩) થર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસની જ ઉદયતિથિ લેવી કે જે દિવસે પ્રસ્તુત તિથિ સમાપ્ત થાય છે,
() જે તિથિની ક્ષયવૃદ્ધિ આવી હોય તેને જ અંગે આ નિયમ લાગુ પડે, પણ જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તેને આ નિયમ લાગુ કરાય જ નહિ.
(૫) કલ્યાણક તિથિએ પણ પર્વતિથિએના જેટલી મહત્વવાળી છે. ચાદશને ક્ષય હોય ત્યારે શું પુનમે પાકિબ થાય છે?
આ નિયમને કબુલ રાખવા છતાં પણ જે કઈ એમ માને છે કે-“અષ્ટગ્યાદિ તિથિને ક્ષય હોય ત્યારે તે સમસ્યાદિ પૂર્વ તિથિ લેવી પણ ચૌદશનો ક્ષય હોય ત્યારે પૂનમ લેવી” તેની મને ભ્રાંતિ દૂર કરવા માટે ઉત્તરાર્ધ દ્વારા શાસ્ત્રકાર કહે છે કે- હીન” એટલે ક્ષીણ થએલું પણ “પાક્ષિક એટલે ચૌદશપર્વ પૂર્ણિમામાં કરવું પ્રમાણભૂત નથી, કારણ કે–પૂર્ણિમાના દિવસે ચતુર્દશીના ભેગની બંધ સરખી પણ નથી, કિંતુ તેરસના દિવસે જ કરવું પ્રમાણભૂત છે. આ વિષેની દ્રષ્ટાંતવાળી યુક્તિઓ આગળ આજ ગ્રંથમાં કહીંશું
તેરસ છતાં ચાદશ કહેવાય તેને ખુલાસે વાદી અહીં ગ્રંથકાર સામે શંકા ઉઠાવે છે કે-ઔદાયિક તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કાર કરવામાં તત્પર આપણે બને છીએ, તે તેરસને ચૌદશ રૂપે સ્વીકાર કરે શી રીતે યોગ્ય છે ?'