________________
[તત્વતરૂં થાય છે ત્યારે ક્ષયવૃદ્ધિ થાય છે. તેની રામજુતી માટે તે જ ઠેકાણે આપેલું ચિત્ર ફરીથી ધ્યાનમાં લઈ લેવું.
નમત પ્રમાણે પણ પર્વતિથિની થતી ક્ષયવૃદ્ધિ.
કેટલાક એમ કહે છે કે-જૈનમતમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી. કિન્તુ તેમનું આ કહેવું બરાબર નથી, કારણ કે, જૈનશાસ્ત્રોમાં દરેક તિથિની ક્ષયવૃદ્ધિ થતી હોવાનું કહેલું છે. આ વાતને જરા આપણે વિચાર કરીએ. પરિપૂર્ણ ત્રીસ અહોરાત્ર પ્રમાણુ એક કર્મમાસ કહેવાય છે. ઓગણત્રીસ અહેરાત્રી ઉપર એક આખા દિવસના બત્રીસ બાસઠીઆ ભાગ પ્રમાણ (૨) ચંદ્રમાસ ગણાય છે. અને ૩૦ દિવસને એક સૂર્યમાસ થાય છે. કર્મમાસ સાથે ચંદ્રમાસ વિચારતાં પ્રતિવર્ષે છ ક્ષયતિથિઓ આવે છે. અને કર્મમાસ સાથે સૂર્યમાસ વિચારતાં છ વૃદ્ધિતિથિઓ આવે છે. એ પ્રમાણે ક્રમસર થતાં પાંચ વર્ષ પ્રમાણ એક યુગમાં એકમથી પુનમ સુધીની તમામ તિથિઓને ક્ષયવૃદ્ધિના રેગમાંથી પસાર થવું પડે છે. આજ કારણથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં સ્પષ્ટ અક્ષરે છે કે એક વર્ષમાં છ ઋતુઓ છે, તેમાં છ ક્ષય રાત્રીઓ છે અને છ અધિક રાત્રીઓ છે.
૨૩–“તી વસ્તુ જે છે હૂ પંસં......તસ્થ ક્ષે છ મરત્તા ઉંટ નં......તથ ટુ મે ૪ ગતિના પં. સં... "छच्चेव य अहरत्ता आइच्चाओ हवंति माणाई । छच्चेव સત્તા ચંદિ દવંતિ માળાર્દિ ” (इति सूर्यपज्ञप्ति मु. पृ. २०२ सूत्र ७५, एवं श्रीउत्तराध्ययन आदि)