________________
ગાથા ૪ થી ]
તિથિની ક્ષય વૃદ્ધિ એટલે? તિથિની હાનિ કિવા ક્ષય હો એટલે સૂર્યોદયમાં તે તિથિનું બીલકુલ નહિ આવી શકવું તે છે. તિથિની વૃદ્ધિ ક્વિા અધિકતા હેવી એટલે તે તિથિનું એકને બદલે બે સૂર્યોદયમાં આવવું તે છે. ક્ષયવૃદ્ધિનું લક્ષણ બતાવતાં શ્રી આરંભસિદ્ધિમાં જણાવ્યું છે કે“એકજ વારમાં ત્રણ તિથિઓ આવે તે વચલી તિથિ ક્ષયસંશિક છે અને એકજ તિથિ ત્રણ વારને પશે તે તે વૃદ્ધિસંસિક છે.”
દાખલા તરીકે ધારો કે આજે શનિવાર છે, સૂર્યોદય વખતે એકમ તિથિ બે ઘડી માત્ર રહી છે. બે ઘડી પછી બીજ તિથિ ચાલુ થઈ તે છપ્પન ઘડી સુધી રહી. આ પછી ત્રીજ શરૂ થઈ. આ મુજબ એક વારને ત્રણ તિથિ સ્પર્શ. આમાં વચલી તિથિને ક્ષય મનાય છે. એજ મુજબ એમ માને કે આજે શનિવાર છે. સૂર્યોદય વખતે એકમ તિથિ અઠ્ઠાવન ઘડી છે. અઠ્ઠાવન ઘડી પછી બીજ તિથિ શરૂ થઈ તે રવિવારને દિવસે આખો દિવસ એટલે સાઠ ઘડી રહી છે, અને સોમવારને દિવસે પણ એજ તિથિ સૂર્યોદય વખતે હજી બે ઘડી બાકી રહી છે. આ પ્રમાણે એકજ તિથિ શનિરવિ-સોમ એમ ત્રણ વારને સ્પશી છે. આથી એ તિથિ વૃદ્ધિ પામી ગણાય છે. પાછળ ત્રીજી ગાથાની ટીકામાં બતાવ્યું છે તે પ્રમાણે તિથિનું ઘડપ્રમાણ જ્યારે એ વસ્તુ
२२-"त्रीन् वारान् स्पृशति स्याज्या त्रिदिनस्पर्शिनी तिथिः। वारे तिथित्रयस्पर्शिन्यवमं मध्यमा च या" ॥५॥ (इति आरम्भसिद्धि प्रथम विमर्श)