________________
[તત્ત્વતરં ઉદયમાં હોય અને આગળ કલ્યાણક તિથિ નેમને ક્ષય કિંવા વૃદ્ધિ આવી હોય તે તે કારણથી કાંઈ સાતમે આઠમ અને આઠમે નેમ, અથવા પહેલી નેમને દિવસે આઠમ કરીને ઉદયતિથિ આઠમને વિનાશ કરી શકાય નહિ.
વૃદ્ધિ પ્રસંગે અપવાદ-વિધિ. હવે એજ અપવાદ-વિધિ બતાવવા માટે ક્ષયતૃદ્ધિ પ્રસંગે કઈ તિથિ આરાધનામાં લેવી તે શાસ્ત્રકાર નીચલી ગાથામાં જણાવે છે – तिहिवाए पुव्वतिहीअहिआए उत्तरा य गहिअव्वा। हीणं पिपक्खियं पुण न पमाणं पुणिमादिवसे ॥४॥
(પ્ર. –જ્યારે આરાધવાની તિથિ પડી હોય ત્યારે તેની આરાધના માટે તેનાથી પૂર્વનીજ ઉદયતિથિ ગ્રહણ કરવી. અને અધિક હોય ત્યારે તેની પછીનજ ઉદયતિથિ ગ્રહણ કરવી; જેમકે આઠમનો ક્ષય હોય તો સાતમ જે ઉદયતિથિ છે તે ગ્રહણ કરીને આઠમ આરાધવી. જે આઠમ વધેલી હોય તે બીજી આઠમે આઠમ આરાધવી.
દરેક તિથિએ જે સરખા પ્રમાણની અને સૂર્યોદયમાં નિયમિત રહેવાનાજ સ્વભાવવાળી હેત તે તિથિઓની ક્ષયવૃદ્ધિ જેવું કાંઈ બનત નહિ. પરંતુ તેમ નથી તે આપણે ઉપર જોઈ ગયા છીએ. જ્યારે તિથિની હાનિ વૃદ્ધિ ન હોય ત્યારે તે સૂર્યોદયમાં આવેલી તિથિને પ્રમાણ માની કાર્ય કરાય છે પણ હાનિવૃદ્ધિ હોય ત્યારે આ ગાથામાં દર્શાવેલા અપવાદ નિયમને આશ્રય કરાય છે.