________________
ગાથા ૪ થી ]
શું ઉદયતિથિનું પ્રમાણ ક્ષય વૃદ્ધિ હોય ત્યારે તિરસ્કરણીય છે?
કેટલાક એમ કહે છે કે-“આ ઉદયતિથિ માનવાને નિયમ તિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે સ્વીકારવાને નથી.” પરંતુ તેમનું આ માનવું ભૂલભરેલું છે. કેઈ માણસ એમ કહી દે કે- સાધુ મહારાજને કોઈ પણ ત્રસ–રથાવર જીવની હિંસા નહિ કરવાને નિયમ છે, પરંતુ જ્યારે તેણે નદી ઉતરવાની હોય ત્યારે એ નિયમ માનવાને નથી', એને અર્થ એ થાય કે-“નદી ઉતરતાં સાધુએ જીવદયા પાળવાની જરૂર નથી. આ કથન જેમ અનર્થકર છે તેમ ઉપલું કથન - પણ અનર્થકર છે. ઉદયતિથિ પ્રમાણ માનવાને નિયમ ઉત્સગિક છે. ઉત્સગને અપવાદના પ્રસંગે હોય છે તેમ આ નિયમને પણ અપવાદ હોઈ શકે છે. અપવાદ તેનું નામ છે કે જે ઉત્સર્ગના હેતુને બાધ કરે નહિ કિતુ તે સિદ્ધ કરવાના અસાધારણ માર્ગો જ આપે. આ અપવાદ હોય તેજ તે ઉત્સર્ગના અભાવે બળવાન થઈને કાર્યસાધક થઈ શકે છે. ત્યારે હવે “ક્ષય વૃદ્ધિના પ્રસંગે ઉદયતિથિને નિયમ નહિ સ્વીકારે એવું કહેનારે સુધારીને એમ કહેવું જોઈએ કેતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે ઉદયતિથિના નિયમને ધ્યાનમાં રાખી ઘડાએ અપવાદ-વિધિ ફક્ત તેનાજ પુરતો સ્વીકાર જોઇએ. અર્થાત જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેને જ અંગે અપવાદ લાગુ પડે, પણ જે પર્વતિથિ ઉદયમાંજ હેય તેને આ અપવાદની કશી અસર થતી નથી. દાખલા તરીકે આઠમને ક્ષય હોય તે સાતમે આઠમ કરાય, વૃદ્ધિ હોય તે પહેલી આઠમ જતી કરીને બીજી આઠમ કરાય. પણ આઠમ