________________
૧૭૮
[ તત્ત્વતરં૦
અપેક્ષા રાખ્યા વિના જે અર્થવ્યવસ્થા કરે, તે તેમાં પ્રમાણદષ્ટિએ બાધ આવવાથી તે સૂત્રને ઉન્મત્તના વાક્યની માફક અસૂત્રપણાની આપત્તિ આવે છે. એટલા જ માટે નિયુંકત્યાદિની અપેક્ષા વિના એક સૂત્ર માત્રથી પૂર્વાપર અવિરૂદ્ધ અર્થનું જ્ઞાન થઈ શકતું નથી. અર્થની ગતિ નયવાદ રૂપી ગહન વનમાં લીન થયેલી છે, અને દુઃખે કરીને સમજાય તેવી છે.
તેથી જ સૂત્ર ભણેલાએ પણ અર્થસંપાદન કરવા પ્રયત્ન કરે જોઈએ. શાસ્ત્રના અર્થને સમ્યગ પ્રકારે શીખ્યા વિના પણ તેની પ્રરૂપણાદિક કાર્યોમાં જેને હાથ ધીઠ બની ગયે છે, તેવા આચાર્યો ખરેખર મહા અજ્ઞાની-શ્રી તીર્થકર મહારાજના શાસનની વિડંબના કરે છે.”
આથી સમજી શકાશે કે સૂત્રના ખાલી અક્ષરે ધરીને તેના અર્થને પિતાની ઈચ્છા મુજબ મરડયા કરનારા અને પૂર્વાપર સંગત અર્થને ખ્યાલ નહિ કરનાર શ્રી જિનાજ્ઞાની વિડંબના કરે છે. જે શાસ્ત્રને પૂર્વાપર સંગત અર્થ વિચારાય, તે શાસ્ત્રના નામે થતી તકરારને અંત આજે આવી જાય.
સૂત્ર એ ઝહાજ સમાન છે અને અર્થ સઢ સમાન છે. જે તમારે એ ઝહાજને સહીસલામત ઉપયોગ કરે હેય તે એના સઢને પણ સાથે સમાલે. અર્થ એ સૂત્રનું अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव्वं । आयरिय धीरहत्था ઇંદ્ધિ મા વિનિત / દૂર છે (સંમતિત રૂ-ve, g. ૭૪૧, ના-૪૬)