________________
[ તવતરં શ્રદ્ધાના લેશવાળે તે એક વિરાધના જાણ્યા પછી તેના આલં. બને બીજી વિરાધના કરવાને કદી પણ તૈયાર ન થઈ શકે. એક નાનું બચ્યું હોય, તેણે નકારસાનું પચ્ચખ્ખાણ કર્યું હોય, ભૂલથી ઢામાં કાંઈ નાખી દીધું હોય, તમે જાણો છે કે-એવું નાનું બાળક પણ “મેંઢામાં નાયું તે છે ને ત્યારે ફરી નાખી , એમાં શું હરકત છે?' એવી દલીલ કરીને પચ્ચખાણને પગ નીચે કચડવા જેટલું નિષ્ફર બની શકતું નથી. વળી ભૂલથી એકાદ પચ્ચખાણને ભંગ થયે હોય અથવા એકાદ વ્રતમાં અતિચાર સેવા હેય, એ ઉપરથી ધર્મની બુદ્ધિવાળો કોઈ પણ જૈન એકને તે ભંગ થયે છે ત્યારે બીજાને થશે તેમાં શું હરકત છે ?” અથવા આ એકમાં અતિચાર કયાં નથી સેવા? બીજા વતેમાં પણ સેવીશું તે શું બગડી જવાનું છે ?” આવી અધાર્મિક દલીલ કરીને પચ્ચખાણ કે વ્રતને ભાગવાના અથવા મલિન કરવાના કનિષ્ઠ મનોરથ સેવી શકો નથી. જેઓ એ દશા ઉપર જાય છે તેમને શાસ્ત્રકારે ભારેમાં ભારે તપના છેદના અને છેવટ મૂલ વિગેરે પ્રાયશ્ચિતના અધિકારી ઠરાવ્યા છે. પુનમના ક્ષયે તેરસ કરવામાં ઔદયિક ચૌદશ ક્યાં પળાય છે? માટે ભાદરવા સુદ ચોથ કે જે ઉદયમાં હોય તેને પણ ન પાળવી”—આ એક સાધારણ જૈન પણ ન સેવી શકે એવી બદતર ભાવના છે. ભવ્યાત્માઓ એવી ભાવના આવે તેનાથી પણ જ્યાં ડરે, ત્યાં “શું કામ કરે છે?' એમ પૂછીને તમે તેને અમલ કરવાની હિમાયત કરે છે, એ ભારે નવાઈ ઉપજાવે તેવું છે. ચૌદશની વિરાધના થાય છે, તે તે તમે પણ કબૂલ કરે છે. તમારે એમ કહેવું જોઈએ કે શ્રી સંઘે