________________
ગાથા ૫ મી ]
૯૫
હવે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની પ્રથા બંધ કરી દેવી જોઈએ, જેથી ચૌદશની ૫ખી ચૌદશને દિવસે જ આરાધાય.” આવું કહેવાને બદલે તમે ઉદયમાં રહેલી ભાદરવા સુદ ૪નું યે ખંડન કરવા તૈયાર થાઓ છો, તે શ્રીસંઘ જરાયે માની શકે તેમ નથી.
ગાથા પાંચમીને ઉપસંહાર ચોથી ગાથામાં શાસ્ત્રકાર મહારાજે “તિથિ પડી હોય ત્યારે તેની પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને વધી હોય ત્યારે તેના બીજે દિવસે આવતી બીજી જ તિથિ અંગીકાર કરવી –એ ક્ષયવૃદ્ધિ અંગે નિરપવાદ નિયમ દર્શાવ્યું છે. અને એ નિયમથી ચૌદશના ક્ષયે તેરસને બદલે પુનમે પખી કરનાર વાદીના મતને નિષેધ કર્યો છે.
આ ગાથામાં એજ વાતને પ્રમાણે આપીને ખૂબ પુષ્ટ કરી છે, જેમાં આપણે જોઈ ગયા છીએ કે(૧) ચૌદશને ક્ષય થયેલ હોય ત્યારે આગળ પૂર્ણિમા
પર્વતિથિ છે, માટે તે દિવસે પખી કરવાનું જે કંઈ
કહે છે તે ખોટું છે. (૨) પુનમને ક્ષય હોય ત્યારે તેને તપ કદાચિત જુદે
દિવસે કરવાનું હોય, ત્યારે પણ ક્ષથે પૂર્વાના નિયમ અનુસાર તેની આરાધના તે ચૌદશને દિવસે ચૌદશ ભેગી જ આવી જાય છે. પરંતુ “ચૌદશને ક્ષય કરે અથવા ચૌદશ પર્વતિથિ હેવાથી તેનાથી એ પૂર્વે રહેલી તેરસને ક્ષય કરે, અને તેમ કરીને ઉદયમાં રહેલી