________________
પંચસંયત પ્રકરણ===D=d=D==L= = છે. ઉત્તર સ્થિતકાપણામાં હાચ, અતિકલ્પપણામાંન હોય. અસ્થિતકલ્પ મશ્ચના ૨૨ તીર્થંકરના તીર્થમાં ને મહાવિદેહમાં હોય છે. ત્યાં છેપસ્થાપનીયસયત જ નથી.
પરિહારવિશુદ્ધિકસંયત માટે પણ તે જ પ્રમાણે સમજવું.
સૂફમપરાયસંયત ને યથાખ્યાત સંયત માટે સામાયિક સંવત પ્રમાણે સમજવું કલ્પને બીજો પ્રકાર– - સામાયિકસંયત જિનકલ્પમાં હોય? સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય?
ઉત્તર–તે જિનકલ્પમાં હોય, સ્થવિરકલ્પમાં હોય ને કલ્પાતીતપણે પણ હોય.
છેદેપસ્થાપનીયસયતને પરિહારવિશુદ્ધિકસંવત જિનકલ્પમાં હોય? સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય?
ઉત્તર–જિનકલ્પમાં હેય, સ્થવિરકલ્પમાં હાય, કલ્પાનીત ન હોય.