________________
દુનિયા માને છે કે “સંયમ તે કષ્ટરૂપ છે. તેમાં સ્વાદ શી રીતે આવે ?' પણ આ વાત કાયરો માટે છે. જે સાચે સાધક છે, જેને પિતાને પરલેક સુધારે છે, તેને માટે તે સંયમ અમૃત જે છે, તેને સંયમના કષ્ટ, કષ્ટરૂપ નથી લાગતા, પણ આનંદકારી લાગે છે. સંયમ તપથી ઉજજવળ બને છે, આપણે બધે તપ કષ્ટમય છે. જે આપણે સંયમ લઈને પણ ભગવાનની આજ્ઞા મુજબ સંયમ પાળીશું નહિ, સંયમ અને તપના કષ્ટથી ગભરાઈ જઈશું, ને શિથિલ બની જઈશું, તપ જપ ને મૂકી દઈશું ઈચ્છા મુજબ વર્તીશું, આજ્ઞાને ખ્યાલ નહિ રાખીશું તે, મરવાનું તે નિશ્ચિત જ છે. પછી આ જીવન પણ બગડી જશે. મરણ અસમાધિમય બનશે, પરલેક સુંદર નહિ બને, અને દુર્ગતિ નિશ્ચિત થશે. પછી તે કેટલે કાળ ભટકવું પડે, તે તે જ્ઞાની જાણે. વખતે અનંતકાળ ભટકવું પડે. જે અનંતકાળ ભટક્વાની ઈચછા ન હય, અહીંથી સદ્દગતિ સાધી વહેલામાં વહેલી મુક્તિ જોઈતી હોય તે ક્ષપશમભાવના ગુણે મેળવવા પ્રયત્ન કરો! જેને મહાપુણ્યને વેગ હોય અને પશમભાવ જાગ્યે હોય, તેને જ સંયમની પ્રાપ્તિ થાય છે. કદાચ કઈ પુણ્યયોગે આ સંયમને પામ્યું હોય તે જીવ ક્ષપશમભાવના ગુણો પેદા થાય તે પ્રયત્ન કરે અને તેવા ગુણેને પામી અને તેમાં રમણ કરી આ જીવન સુધારે તે સદ્દગતિ સુલભ બની જશે અને મુક્તિ તેવા જીવને હાથવેંતમાં હશે.