SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - મનુષ્ય ચિંતવે છે કે-કાલે ધર્મકાર્ય કરીશું પરંતુ કાલ કેણે દીઠી છે; કાલે શું થશે તેની કેને ખબર છે? માટે હે ભવ્ય ! જે ધર્મકાર્ય કાલે કરવાનું હેય તેને વિલંબરહિત આજે જ કરજે-જરા પણ ઢીલ કરશે નહીં. ધર્મકાર્ય કરવામાં ખરેખર એક મુહૂર્ત માત્ર કાળ પણ ઘણા વિદનેવાળે હેય છે. માટે પાછલા પહેરે કરવાનું હેય તેને પ્રથમ પહેરમાં જ કરી લે, કારણ કે ક્ષણમાંહે આયુષ્ય પૂરું થશે તે તે વખતે શું કરશે ? ૩. ही! संसारसहाव-चरिय नेहाणुरायरत्ता वि । जे पुव्वण्हे दिहा, ते अवरण्हे न दीसन्ति ॥४॥ અથ – સંસારના સ્વભાવનું અતિકારમું ચરિત્ર દેખી ખરેખર ખેદ થાય છે-દિલગીરી ઉપજે છે, કારણ કે નેહના અનુરાગે આસક્ત અને પ્રીતિથી પરિપૂર્ણ એવા માતા-પિતા, બાંધવ, શ્રી વિગેરે સંબંધીઓ કે જેઓને પહેલે પહોરે સુખશાન્તિમાં દેખ્યા હતા તેઓ પાછલે પહેરે દેખાતા નથી ! સંસારને આ ભયંકર સ્વભાવ દેખીને પણ મુગ્ધ જીવો તેમાં જ આસક્તિ રાખે છે તે આશ્ચર્ય છે ! ૪. मा सुयह जग्गियव्वे, पलाइयवम्मि किल विसमेह । तिमि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ॥५॥ અર્થ - હે જી ! જાગવાને ઠેકાણે સુઈ ન રહે, ધર્મકૃત્યમાં પ્રમાદ ન કરે. કારણ કે કાળરૂપી પારધિ તમારી પછવાડે પડે છે, જે અણચિન્ત તમારે
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy