________________
| મરાવ્યાત .
संसारम्मि असारे, नथि सुहं वाहि-वेअणापउरे । जाणतो इह जीवो. न कुणइ जिणदेसि धम्मं ॥१॥
અથ - અનેક પ્રકારની વ્યાધિઓ અને વેદનાઓથી ભરપૂર એવા આ અસાર સંસારમાં આ જીવને કઈ પણ ગતિમાં ક્ષણ માત્ર પણ સુખ નથી. આવી રીતે આત્મા સંસારને અસાર જાણે છે છતાં પણ ભારેકર્મી હેવાથી વીતરાગ ભગવંતે ઉપદેશેલે દયામૂલ ધર્મ કરતે નથી, અને સંસારને લેલપી–લાલચુ થઈ ધર્મરત્નને ગુમાવે છે. ૧. अजं कल्लं परं परारिं, पुरिसा चितंति अत्थसंपत्ति । अंजलिगयं व तोयं गलतमाउं न पिच्छन्ति ॥२॥ આ અર્થ - પુરુષ ચિતવે છે કે- “ધનની પ્રાપ્તિ આજે થશે, કાલે થશે, પર મળશે, પરાર મળશે, પૈસા એકઠા કરી સુખી થઈશું; પિસે મેળવી ધર્મ કરીશું.” આવી રીતે વિચારમાંને વિચારમાં સમય ગુમાવે છે, પરંતુ તે પુરુષ “હથેળીમાં ઝરી રહેલું પાણી જાય તેમ આયુષ્ય જાય છે,” તેને જોતા નથી. ૨. ज कल्ले कायव्यं तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्धो हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ॥३॥