________________
" અર્થ –હે જીવ! જે તું પાંચેય ઇનિદ્રના વિષ
ને પ્રસંગ કરે છે, (સેવે છે), વળી મન, વચન અને કાયાને સંવર (વિષયમાંથી અટકાવ) નથી, તે હે જીવ! ખરેખર તું તારા જ ગળા ઉપર કાતર (કટાર) ચલાવે છે, તું પોતે તારે જ વિનાશ કરે છે. કારણ કે તેથી તું આઠ કર્મોની નિર્જરા કરતો નથી, પણ ઉલટામાં વધારે બાંધે છે. (૭૩) कि तुमंधो सि किंवा सि धत्तरिओ, अहव कि सनिवाएण आऊरिओ । अमयसमधम्म जं विसं व अवमनसे, विसयविसविसम अमियं व बहु मनसे ॥७४॥
અર્થ-હે આત્મા ! તું શું અંધ થયો છે? કે શું તે ધંતૂરો પીધે છે? અથવા શું તું સન્નિપાત રેગથી ગાંડો બની ગયું છે કે જેથી એકાન્ત સુખી કરનારા અમૃત સરખા ધર્મને તું વિષની પેઠે તિરસ્કારે છે ! અને ભભવ મારનારા (રખડાવનારા) આકરા વિષયરૂપી વિષનું તું અમૃતની પેઠે સન્માન કરે છે (૭૪) तुज्ज तह नाणविन्नाणगुणडबरो, जलणजालासु निवडंतु जिय निब्भरो । पयइवामेसु कामेसु जं रज्जसे, जेहि पुणपुण वि नरयानले पच्चसे ॥७५॥
અથ-તેથી હે જીવ! તારો તે માટે જ્ઞાન, વિજ્ઞાન અને ગુણેને સઘળેય આડંબર અગ્નિની જવાળામાં પડે !