________________
અર્થ -સિંહ, હાથી અને સ૫ વિગેરે મહાકુર પ્રાણીઓને પણ સુખે કરીને જીતી શકાય છે, પરંતુ શિવસુખનો નાશ જેણે કર્યો છે એ (મક્ષસુખનો રોધ કરનાર) એક કામદેવ જ મહા દુર્જાય છે. (૭૦). विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं । अहंदुज्जेआणि य इंदि-आई तह चंचलं चित्तं ॥७॥
અર્થ –અનાદિ સંસાર (કાળ)થી પોષવાને લીધે (વધી ગયેલી) જીવોની એક વિષય-તૃષ્ણ વિષમ છે, અતિ આકરી છે, તેનાં સાધનરૂ૫) ઈન્દ્રિયે અતિ દુર્જાય છે અને (ઈન્દ્રિયને ઉકેરનાર) મન અતિ ચંચળ છે અર્થાત વિષયને તજવાથી ઈન્દ્રિયે વશ થાય છે અને ત્યારે જ મન સ્થિર થાય છે. (૭૧) कलमलअरइ-असुक्खा, वाहीदाहाइ विविहदुक्खाई । मरणं पिअ विरहाइसु, संपज्जइ कामतविआणं ॥७२॥
અથ :-(ઉપર જણાવી તે વિષય તૃષ્ણાથી) “કામજવર' નામના તાવથી તપી ગયેલા (જવરિત) મનુષ્યને તેનાથી (અનુક્રમે) શરીરમાં દુર્ગધિ (મળાવરોધ,) તેનાથી અરતિ (પેટની પીડા,) તેનાથી અસુખ તેનાથી અનેક જાતિના વ્યાધિઓ (રોગ), અને તેથી દાહ વગેરે અનેક જાતિનાં દુખે થાય છે, ઉપરાંત વિષયના સાધનરૂપ (શ્રી આદિ)ને વિગ-વિરહ વગેરે થતાં મરણ પણ થાય છે. (૭૨) पंचदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि । तं वाहिसि कत्तिअ गलपएसि, ज अट्टकम्म(म्म)नवि
निज्जरेसि ॥७३॥