________________
૫૪. એ કામને ઈચ્છતા જીવે તે કામભેગને ભેગવ્યા વિના જ ઈચ્છા માત્રથી પણ દુર્ગતિમાં જાય છે. (૨૭) विसए अवइक्खंता, पडंति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारे ॥२८॥
અર્થ - વિષયેની અપેક્ષા-ઇચ્છા રાખતા છે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયમાં નિરપેક્ષ ( ઈચ્છા વિનાના ) છ સંસારરૂપી અટવીને પાર પામે છે. (૨૮) छलिआ अवइक्खता, निरावइक्खा गया अविग्घेणं । तम्हा पवयणमारे, निरावइक्खेण होअव्वं ॥२९॥
અર્થ -વિષચેની અપેક્ષા રાખતા છે તેને ત્યાગ કરવા છતાં પણ) ઠગાયા છે. અને વિષયેની અપેક્ષા નહિ રાખનારા જીવો નિર્વિન્નપણે પરમપદને અર્થાત્ મેક્ષને પામ્યા છે. તે કારણથી સમગ્ર સિદ્ધાંતના સારભૂત નિરપેક્ષ વૃત્તિવાળા અનાશંસી થવું. (૨૯) विसयाविक्खो निवडइ, निरविक्खो तरइ दुत्तरभवोहं । देवीदीवसमागय-भाउअजुअलेण दिलुतो ॥३०॥
અર્થ-વિષયની ઈચ્છાવાળો જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલ છવ દુસ્તર એવા પણ ભવસમુદ્રને તરી જાય છે. આ વિષયમાં રન્નાદેવીના દ્વીપમાં ગયેલા જિનરક્ષિત તથા જિનપાલિત એ બે ભાઈઓનું દૃષ્ટાંત જાણવું. (૩૦)