________________
પ3
અર્થ - ક્ષણમાત્ર સુખ આપનારા અને બહુકાળસુધી દુખ આપનારા, વળી ઈચ્છારૂપે અત્યંત દુઃખ આપનારા અને જેમાં નિષ્કામ એટલે સંતેષસુખનો અભાવ છે એવા, તથા સંસારથી મુક્તિ કરવામાં શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા, એવા કામભોગ (વિષય) તે ખરેખર અનેક અનર્થોની મેટી ખાણ જેવા છે. (૨૪) सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेणऽभिभूअं जग सव्यं ॥२५॥
અથ-સર્વ દુષ્ટ ગ્રહનું મૂળ કારણ, સર્વ દેને પ્રગટ કરનાર મહાગ્રહ સરખો કામરૂપી ગ્રહ એ અતિદુષ્ટ છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યું છે. અર્થાત્ દુષ્ટ કામરૂપી ગ્રહ જગતના સર્વ જીવોને નડનાર છે. (૨૫) जह कच्छल्लो कच्छ, कंडुअमाणो दुहं मुणइ सुक्ख । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति ॥२६॥
અર્થ-જેમ ખણુજવાળો મનુષ્ય ખણુજને પણ દુઃખને સુખ માને છે, તેમ મેહરૂપી કામની ખણુજથી વ્યાકુળ થયેલા મનુષ્ય (ભાગ ભોગવતા) કામરૂપી દુખને પણ સુખ માને છે. (૨૬) ' सल्लं कामा विसं कामा, कामा आसीविसोबमा । कामे पत्थेमाणा, अकामा जति दुग्गई ॥२७॥
અર્થ-કામગ શલ્ય સમાન છે, કામ વિષ સમાન છે અને કામગ સર્પની દાઢના ઝેર સમાન છે.