________________
૫૫ દષ્ટાંતને સાર એ છે કે-ચંપાનગરીમાં જિનપાલ અને જિનશક્ષિત નામે બે વણિક પુત્ર હતા. તેઓ અગિયાર વખત સમુદ્રમાર્ગે વ્યાપાર કરી લખલૂટ ધન મેળવવા છતાં બારમી વખત વહાણ લઈ વ્યાપારાર્થે પરદેશ જવા નીકળ્યા, દૈવયેગે વહાણ ભાંગ્યું અને પાટિયાના આલબંનથી બંને મુશીબતે રત્નદીપે પહોંચ્યા. ત્યાં એક દેવી વાવ જોઈ તેમાં સ્નાન કરવા લાગ્યા, તે વખતે તે દ્વીપમાં રહેનારી રન્નાદેવી ત્યાં આવી પહોંચી, તેણે બંનેને કહ્યું : મારી સાથે વિષયસુખ ભોગવે, નહિ તે તમને મારી નાખીશ. ભયથી બંને કબૂલ થયા અને તેણે દૈવી શક્તિથી શુભ પુલ તેઓના શરીરમાં સંક્રમાવી બંને સાથે ભેગસુખ ભેગવવા માંડયું. તે વખતે ઈન્દ્રની આજ્ઞાથી રત્નાદેવીને કાર્યપ્રસંગે ત્યાંથી અન્યત્ર જવાનું થયું ત્યારે બંનેને સમજાવ્યું કે હું આવું ત્યાં સુધી તમારે આ દ્વીપની દક્ષિણ દિશાના વનમાં જવું નહિ, બાકી ત્રણ દિશાઓમાં જવાની છૂટ છે. તેના ગયા પછી બંનેને વિચાર થયે કે દક્ષિણમાં જવાનો નિષેધ કરવાનું કારણ જાણવું જોઈએ, એટલે નિષેધ છતાં ગયા અને ત્યાં અનેક મનુષ્યનાં હાડપિંજરે ઉપરાંત એક મનુષ્યને શૂળીએ ચઢાવેલે જોઈ તેઓ ગભરાયા શૂળી ઉપર રહેલાને પૂછવાથી જણાયું કે આ દેવી સમુદ્રમાં ફસાયેલા મનુષ્યો સાથે ભોગ ભેગવી બીજે મનુષ્ય મળતાં જ પહેલાને આ રીતે મારી નાખે છે. તેઓને પણ પિતાનું ભાવિ મરણ જોઈ ભય થયે અને બચવાને ઉપાય પૂછતાં શૂળી ઉપરના મનુષ્ય કહ્યું કે પશ્ચિમ દિશાના વનમાં શિલક યક્ષ છે તે તમને સહાય કરશે. તેઓ ત્યાં ગયા, યક્ષ પ્રગટ થયે ત્યારે તેઓએ