________________
૩૮ જાતિના સુખે આપે છે, અને અંતે ચિતવ્યું પણ ન હોય તેવું સર્વોત્કૃષ્ટ (મોક્ષરૂપી) ફળ આપે છે. (૧૦૭)
જેએ પ્રભુપૂજામાં હિંસા માની નિષેધ કરે છે. તેમને દૃષ્ટાંત પૂર્વક “શ્રાવકને દ્રવ્યપૂજા કરવાથી લાભ થાય છે તે સમજાવે છે. अकसिणपवत्तगाणं, विरयाविरयाण. एस खलू जुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिद्रुतो ॥१०८॥
અર્થ --સંપૂર્ણ રીતે ધર્મકાર્યવિરતિ નહિ કરી શકનારા એવા જે દેશવિરતિ શ્રાવકે, તેમને સંસાર ટ્રકે કરવાને અર્થે દ્રવ્યપૂજન કરાય છે. તેને અંગે કૂવાનું દષ્ટાંત જાણવું કૂ દતાં થાક, તૃષા અને માટી કાદવ લાગવા છતાં તેમાંથી પાણી નીકળતાં તે બધું દૂર કરી શકાય છે અને પછી હંમેશને લાભ મળે છે, તેમ દ્રવ્યપૂજનમાં જે હિંસાદિ પાપ થાય છે, તે પ્રભુપૂજનથી આત્મામાં પ્રગટ થતા શુભ ભાવથી નાશ પામે છે, ઉપરાંત પૂર્વોપાર્જિત (ગૃહસ્થપણુના આરંભનાં વગેરે) પાપ પણ નાશ પામે છે. અને શુભ (પુન્યાનુબંધી) પુન્યનો સંચય થાય છે. (૧૦૮) _ ગુરુવંદનનું ફળ દષ્ટાંત સાથે, तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमीइ तईयाए । साहुण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥१०९॥
અથ:- ૧૮૦૦૦ સાધુઓને વિધિપૂર્વક વંદન કરવાથી શ્રીકૃષ્ણ વાસુદેવે તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકના બદલે ત્રીજીના આયુષ્યને બંધ, એ ત્રણ લાભ મેળવ્યા. (૧૦૯)