________________
૧૦
અર્થ:-૧. પ્રતિરૂપ એટલે તીર્થકર વગેરેના પ્રતિબિમ્બ જે શરીરને આકાર અર્થાત પાંચે ઈદ્રિયેથી પરિપૂર્ણ અને અવિકલ અંગે પાંગ વગેરે સુંદર શરીરવાળા, ૨. તેજસ્વી (પ્રભાવશાળી), ૩. પિતાના યુગમાં અન્યજને કરતાં વિશેષજ્ઞાની–બહુશ્રુત, ૪. મધુર વચનવાળા, ૫. ગંભીર હૃદયવાળા, ૬. ધૈર્યવાન (પરિષહે કે સંકટમાં પણ ધર્મ માર્ગની રક્ષા કરનારા), ૭. ધર્મમાર્ગના ઉપદેશક, ૮. બીજાએ કહેલી ગુપ્ત વાતને કદાપિ પ્રગટ નહિ કરનારા, ૯. પ્રસન્ન મુખાકૃતિ, ૧૦. શિષ્યાદિને માટે જ્ઞાનાદિની સામગ્રીને સંગ્રહ કરનારા, ૧૧. દ્રવ્યાદિ વિવિધ અભિગ્રહ (નિયમો) ગ્રહણ કરવા કરાવવાની બુદ્ધિવાળા, ૧૨. પિતાની પ્રશંસા કે પરનિંદા વગેરે વિકથા નહિ કરનારા-ઘણું નહિ બેલનારા, ૧૩. ચપળતા રહિત સ્થિર સ્વભાવી. અને ૧૪. ક્રોધાદિથી રહિત, શાન્ત હૃદયવાળા, એ ચાદ ગુણેથી યુક્ત, તથા ૧. ક્ષમા, ૨. મૃદુતા, ૩. સરળતા, ૪. નિર્લોભતા, ૫. બાર પ્રકારને તપ, ૬. સત્તર પ્રકારને સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (મનની શુદ્ધિ), ૯. નિર્મમત્વ, અને ૧૦. નવવાડથી નિર્મળ બ્રહ્મચર્ય એ દશ પ્રકારના ધર્મવાળા અને ૧. અનિત્યતા, ૨. અશરણતા, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચતા, ૭ આશ્રવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મની સુંદરતા, ૧૧. લેકવરૂપ અને ૧૨. બધિની (સમ્યકત્વની) દુર્લભતા, એ બાર ભાવનાએથી ભાવિતાત્મા, એમ આચાર્યને છત્રીસ ગુણ જાણવા. (શામાં છત્રીસ પ્રકારે છત્રીસ ગુણોનું વર્ણન છે.) (૨૭)