________________
અર્થ :-ઉપર જેમનાં નામ કહાં તે પાસસ્થાદિકને વંદન કરનારની યશ-કીર્તિ થતી નથી, નિર્જરા (કર્મક્ષય) પણ થતી નથી, ઊલટે કાયાને ફલેશ થાય છે, અને આઠ પ્રકારનાં કર્મોને બંધ થાય છે. વિશેષમાં જિનાજ્ઞાને ભંગ થાય, ખેટા માર્ગની પરંપરા ચાલે, મિથ્યાત્વ કર્મને બંધ થાય અને સંયમની (શાસ્ત્રની) વિરાધના થાય છે. (૧૦)
પાસસ્થાદિક નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય તે કહે છે. जे बंभचेरभट्ठा, पाए पाडंति बंभयारीणं । ते हुति टुटमुंटा, बोही वि सुदुल्लहा तेसि ॥११॥
અર્થ –જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરુષ, બ્રહ્મચારી પુરુષને પિતાને પગે પાડે છે, વંદન કરાવે છે, તેઓ આવતા ભવમાં ભૂલાપાંગળા થાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે. (૧૧)
સમ્યફથી ભ્રષ્ટ થવાથી શું નુકસાન થાય? दसणभट्ठो भट्ठो, दसणभट्ठस्स नथि निव्वाणं । सिझंति चरणरहिआ, देसणरहिआ न सिझंति ।१२।
અર્થ -દર્શન એટલે સમ્યકત્વ, તેનાથી ભ્રષ્ટ થયેલે સર્વથા ભ્રષ્ટ કહેવાય છે. કારણ કે દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય ચારિત્ર રહિત હોય તે સિદ્ધપદને પામે છે, પણ સમ્યફવ રહિત છ સિદ્ધપદને પામતા નથી. (૧૨)