________________
૧૧૦
બને પ્રકારનાં તપને કરતે નથી, નજીવા કારણથી કષાને કરે છે ને તું પરીષહ તથા ઉપસર્ગોને સહન કરતો નથી, અઢાર હજાર શીલાંગને ધારણ કરતા નથી, તે છતાં તું મેક્ષને મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ ! વેશમાત્રથી તું સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ? (૨-૩) आजीविकार्थमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरूः । तद्वेत्सि किं न बिभेति जगज्जिघृक्षुमत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥४॥
તું આજીવિકાને માટે આ સંસારમાં યતિને-મુનિને વેશ ધારણ કરે છે, પણ કષ્ટથી ડરી જઈને તું શુદ્ધ ચારિત્રને પાળતું નથી, પણ તને ખબર નથી કે, સમગ્ર ત્રણ લેકને ગ્રહણ કરવાની ઇચ્છાવાળું મૃત્યુ તેમજ નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેષ ઉપરથી ડરી જતાં નથી. (૪) वेषेण माद्यसि यतेश्वरणं विनात्मन् ! पूजां च वांछसि जनादहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।।५।।
હે આત્મન ! તું ચારિત્ર વગર સાધુના વેષથી જ અહંકાર કરે છે, વળી લેકેની પૂજાની તેમજ તેઓની પાસેથી બહુ પ્રકારે ઉપધિની અપેક્ષા રાખે છે, પણ ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાના પાપથી તું પરકમાં