________________
દેવ, ધર્મ અને ગુરુનું સ્વરૂપ अट्ठदसदोसरहिओ, देवो धम्मोवि निउणदयसहिओ। सुगुरूवि बंभयारी, आरंभपरिग्गहा विरओ ॥३॥
અથ –અઢાર દૂષણ રહિત હોય તે દેવ સમજવા, શુદ્ધ દયાથી યુક્ત હોય તે ધર્મ સમજવો, તેમજ બ્રહ્મચારી અને આરંભ પરિગ્રહથી મુક્ત હોય તેને સુગુરુ જાણવા. (૩) દેવમાં કયા અઢાર દૂષણ ન હોય તે બતાવે છે. શાળામઘમાળો માણા ા છે निदासोअअलियवयणचोरिआमच्छरभया य ॥४॥ पाणिवहपेमकीला, पसंगहासा य जस्स ए दोसा । अट्ठारसवि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥५॥
અર્થ -અજ્ઞાન, કોધ, મદ, માન, લેભ, માયા, રતિ–અરતિ, નિદ્રા-શેક, અસત્ય વચન, ચેરી, મત્સર અને ભય તથા પ્રાણીવધ (જીવહિંસા), પ્રેમ, ક્રીડા, સ્ત્રીને પ્રસંગ અને હાસ્ય, એ અઢારેય દૂષણે આત્મામાંથી નાશ પામ્યા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. (૪-૫)
સાચા ધર્મનું સ્વરૂપ सव्वाओवि नईओ, कमेण जह सायरंमि निवडंति । तह भगवईअहिंस, सव्वे धम्मा समिल्लं(मुल्लिं)ति ॥६॥
અર્થ -જેમ સર્વ નદીઓ અનુક્રમે સમુદ્રમાં આવીને મળે છે, તેમ મહા ભગવતી એવી અહિંસા (દયા) માં સર્વ ધર્મોને સમાવેશ થાય છે. (૬)