________________
(૮) ઉપાધ્યાય - ર૫ ગુણવાળા મહાત્મા. (૯) પ્રવચન - સંઘ. (૧૦) દર્શન - સમ્યક્ત.
આ ૧૦ ના ભક્તિ, બહુમાન, વર્ણવાદ, અવર્ણવાદનાશ અને આશાતનાત્યાગ કરવા એ વિનય છે.
જી ૧૦ પ્રકારનો ધર્મ જ (૧) ક્ષમા :- ક્રોધનો નિગ્રહ. (૨) માર્દવ :- માનનો નિગ્રહ. (૩) આર્જવ :- માયાનો નિગ્રહ. (૪) મુક્તિ - લોભનો નિગ્રહ. (૫) તપ - ઈચ્છાનિરોધ. (૬) સંયમ :- પ્રાણીઓની દયા. (૭) સત્ય :- સાચું, હિતકારી અને પરિમિત વાક્ય બોલવું. (૮) શૌચ :- આત્માની વિશુદ્ધિ. (૯) અકિંચના:- નિર્ગસ્થપણું, કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું. (૧૦) બ્રહ્મચર્ય :- મૈથુનનું વર્જન. આ ૧૦ પ્રકારનો યતિધર્મ છે.
જી ૬ પ્રકારના અકથ્ય જ (૧) અકથ્ય વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી વગેરે. (૨) ગૃહસ્થનું વાસણ. (૩) પલંગ. (૪) ગૃહસ્થની નિષઘા બેઠક (ખુરસી વગેરે). (૫) સ્નાન. (૬) શોભા.
આ છ વસ્તુઓ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે અકથ્ય છે.
*
*
*
*
*
૬૪...
૧૦ પ્રકારનો ધર્મ, ૬ પ્રકારના અકથ્ય