________________
(૨) પરલોક માટે (પરભવમાં બધી સુખસામગ્રી વગેરે માટે) તપ ન કરવો. (૩) યશકીર્તિ-વર્ણવાદ માટે તપ ન કરવો. (૪) માત્ર નિર્જરા માટે તપ કરવો.
છ ૪ પ્રકારની આચારસમાધિ ૨
(૧) આલોક માટે (માન-સન્માન વગેરે માટે) આચાર ન પાળવા. (૨) પરલોક માટે (પરભવમાં બધી સુખસામગ્રી વગેરે માટે) આચાર ન
પાળવા.
(૩) યશકીર્તિ-વર્ણવાદ માટે આચાર ન પાળવા.
(૪) ભગવાને બતાવેલા હેતુઓ માટે જ આચાર પાળવા.
*
...૬ર...
*
– જ્યારે જ્ઞાની પુરુષો વૃત્તિઓનો (કષાયો-વિષયોનો) ત્યાગ કરવાનું કહે છે ત્યારે જીવ ‘બે દિવસ પછી ત્યાગીશ’ એમ કહે છે, એટલામાં શિથિલપણાના કારણો મળે છે કે ‘આનો ત્યાગ કરવાથી તો રોગ ઉત્પન્ન થશે, માટે આગળ ઉપર ત્યાગીશ.' આવી રીતે વૃત્તિઓ અનાદિકાળથી જીવને છેતરે છે અને જીવ છેતરાય છે.
દાખલા તરીકે કોઈનો વીશ વર્ષનો યુવાન પુત્ર મરી જાય તે વખતે તેના કુટુંબીઓને સંસાર ખારો ઝેર લાગે છે. પરંતુ બીજે જ દિવસે એ વિચારનું બાહ્ય વૃત્તિઓ વિસ્મરણ કરાવે છે અને ‘એ છોકરાનો છોકરો છે. તે કાલ સવારે મોટો થશે. જગતમાં એમ થતું જ આવે છે, શું કરીએ ?' આવા વિચાર કરાવે છે. પરંતુ એમ સ્ફુરણ થાતું નથી કે ‘તે પુત્ર મરી ગયો તેમ હું પણ મરી જઈશ, માટે હવે તો સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો વધારે સારૂં.'
૪ પ્રકારની આચારસમાધિ