________________
(૭) શબ્દાકુલ :- પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રાયશ્ચિત્ત કાળે ઘણા અવાજમાં આલોચના કરવી તે, અથવા એવા મોટા અવાજે બોલે કે આચાર્ય બરાબર સમજી ન શકે, અથવા બીજા પણ સાંભળે તે રીતે આલોચના કરવી તે.
(૮) બહુજન :- એક આચાર્ય પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લઈને તેની શ્રદ્ધા ન કરતા અન્ય અન્ય આચાર્યને પ્રાયશ્ચિત્ત પૂછવું તે. (૯) અવ્યક્ત :- જે શ્રુતથી અને પર્યાયથી અવ્યક્ત હોય તેની પાસે આલોચના કરવી તે. શ્રુતથી અવ્યક્ત એટલે જેણે છેદગ્રંથોનો અભ્યાસ ન કર્યો હોય તે. પર્યાયથી અવ્યક્ત એટલે જેને દાઢી-મૂછના વાળ ન આવ્યા હોય તે.
(૧૦) તત્સવી :- પોતે જે દોષ સેવ્યો હોય તે જ દોષ સેવનારા આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવું તે. તે એમ સમજતો હોય કે આચાર્ય મારી સમાન દોષોને સેવતા હોવાથી મને અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે. છ ૪ પ્રકારની વિનયસમાધિ ૨
(૧) ગુરુ અનુશાસન કરે ત્યારે સાંભળવા ઈચ્છે.
(૨) ગુરુનું અનુશાસન સારી રીતે સમજે અને સ્વીકારે.
(૩) આગમમાં કહેલ અનુષ્ઠાન કરવા વડે આગમની આરાધના કરે. (૪) ‘હું વિનીત છું, હું સુસાધુ છું.' એવો પોતાનો ઉત્કર્ષ ન કરે. છ ૪ પ્રકા૨ની શ્રુતસમાધિ ર
(૧) ‘મને શ્રુતજ્ઞાન મળશે'- એમ વિચારીને ભણવું. (ર) ‘હું એકાગ્રચિત્તવાળો થઈશ' – એમ વિચારીને ભણવું.
-
(૩) ‘હું પોતાને જિનશાસનમાં સ્થિર કરીશ' – એમ વિચારીને ભણવું. (૪) ‘જિનશાસનમાં સ્થિર થયેલો હું બીજાને જિનશાસનમાં સ્થિર કરીશ.' એમ વિચારીને ભણવું.
છ ૪ પ્રકારની તપસમાધિ ૨
(૧) આલોક માટે (લબ્ધિ વગેરે માટે) તપ ન કરવો.
૪ પ્રકારની વિનયસમાધિ, ૪ પ્રકારની શ્રુતસમાધિ
...૬૧...