SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ((૮) આઠમી છત્રીશી) ૯ તત્ત્વોને જાણનાર ૯ બ્રહ્મચર્યની વાડોથી ગુપ્ત ૯ પ્રકારના નિયાણા વિનાના ૯ કલ્પી વિહાર કરનાર કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. જી ૯ જ તત્ત્વો ૯ છે. તે આ પ્રમાણે – (૧) જીવ :- જેનામાં ચેતના હોય તે જીવ. તેના ૧૪ ભેદ છે. (૨) અજીવ :- જેનામાં ચેતના ન હોય તે અજીવ. તેના ૧૪ ભેદ છે. (૩) પુણ્ય :- જેનાથી સંસારી જીવને સુખનો અનુભવ થાય તે પુણ્ય. તેના ૪ર ભેદ છે. (૪) પાપ :- જેનાથી સંસારી જીવને દુઃખનો અનુભવ થાય તે પાપ. તેના ૮૨ ભેદ છે. (૫) આસ્રવ :- જેનાથી આત્મામાં કર્મો આવે તે આસવ. તેના કર ભેદ છે. (૬) સંવર :- જેનાથી આત્મામાં કર્મો આવતાં અટકે તે સંવર. તેના પ૭ ભેદ છે. (૭) નિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટું પડવું તે નિર્જરી. તેના ૧૨ ભેદ છે. (૮) બંધ - આત્મામાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોની થયેલી એકમેકતા તે બંધ. તેના ૪ ભેદ છે. (૯) મોક્ષ :- બધા કર્મો દૂર થવાથી શુદ્ધ બનેલો આત્મા તે મોક્ષ. તેના ૯ ભેદ છે. આ ૯ તત્ત્વોનો વિસ્તાર નવતત્ત્વપ્રકરણમાંથી જાણવો. ૯ તત્ત્વો ...૪૯...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy