________________
જી ૪ પ્રકારના અનુયોગ છે સૂત્રના અર્થનું વ્યાખ્યાન તે અનુયોગ. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે -
(૧) ચરણકરણાનુયોગ - ચરણ એટલે મહાવત વગેરે ૭૦ પ્રકારના આચરણ, કરણ એટલે આહારશુદ્ધિ વગેરે ૭૦ પ્રકારના કર્તવ્યો. ચરણ અને કરણ સંબંધી અનુયોગ તે ચરણકરણાનુયોગ. તેમાં અગિયાર અંગો વગેરેનો સમાવેશ થાય છે.
(૨) ધર્મકથાનુયોગ - ધર્મસબંધી કથા તે ધર્મકથા. તેના સંબંધી અનુયોગ તે ધર્મકથાનુયોગ. તેમાં ઉત્તરાધ્યયનસૂત્ર, પન્ના વગેરેનો સમાવેશ થાય છે.
(૩) ગણિતાનુયોગ - ગણાય તે ગણિત. તેના સંબંધી અનુયોગ તે ગણિતાનુયોગ. તેમાં સૂર્યપ્રજ્ઞમિ વગેરેનો સમાવેશ થાય છે.
(૪) દ્રવ્યાનુયોગ - તે તે પર્યાયોને પામે તે દ્રવ્ય. તેના સંબંધી અનુયોગ તે દ્રવ્યાનુયોગ. તેમાં દૃષ્ટિવાદ વગેરેનો સમાવેશ થાય છે.
અથવા, જેમ મોટા નગરમાં પ્રવેશવા માટેના દરવાજા હોય છે તેમ અનુયોગ માટેના દ્વારા તે અનુયોગદ્વારો. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે –
(૧) ઉપક્રમ - દૂર રહેલી વસ્તુને સમજાવવાના છે તે પ્રકારો વડે નજીક લાવીને નિક્ષેપને યોગ્ય કરવી તે ઉપક્રમ.
(૨) નિક્ષેપ - વસ્તુની નામ, સ્થાપના વગેરે ભેદો વડે વ્યવસ્થા કરવી તે નિક્ષેપ.
(૩) અનુગમ – સૂત્રને અનુકૂળ અર્થ કહેવો, એટલે કે સૂત્રની વ્યાખ્યા કરવી તે અનુગમ.
(૪) નય - અનંતધર્મવાળી બધી વસ્તુઓના એક અંશને ગ્રહણ કરનારો બોધ તે નય. વસ્તુને જુદા જુદા નયોથી વિચારવી.
*
*
*
*
*.
૪ પ્રકારના અનુયોગ
...૪૮...