________________
૯ બ્રહ્મચર્યની વાડો જ (૧) વસતિ :- સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિમાં રહેવું. (૨) કથા - સ્ત્રીની કથાને અને સ્ત્રી સાથે કથાને વર્જવી. (૩) નિષદ્યા :- સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે બે ઘડી સુધી ન બેસવું.
પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ એક પ્રહર સુધી ન બેસવું. સ્ત્રીનો પરિચય
વર્જવો. (૪) ઈન્દ્રિય :- સ્ત્રીના અંગોપાંગ નીરખવા નહીં. (૫) કુચંતર - જ્યાં દીવાલને આંતરે સ્ત્રી રહેતી હોય ત્યાં ન રહેવું. (૬) પૂર્વક્રીડિત - પૂર્વે કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું અને તેનું કુતૂહલ
ન કરવું. (૭) પ્રણીતાહાર - ઘી વગેરેથી લચપચ આહાર વાપરવો નહીં. (૮) અતિમાત્રાહાર - અતિમાત્રાવાળો આહાર વાપરવો નહીં. (૯) વિભૂષા :- શરીરની વિભૂષા ન કરવી.
પ્રકારના નિયાણા જ (૧) રાજાપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને ચક્રવર્તી વગેરે રાજાઓની
પદવીની પ્રાર્થના કરવી તે. (૨) ઉગ્રાદિ કુળના પુત્રપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને ઉગ્ર
વગેરે કુળોમાં હું પુત્ર થાઉં એવી પ્રાર્થના કરવી તે. (૩) સ્ત્રીપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેચીને પુરુષ પરભવમાં સ્ત્રી
બનવાની ઈચ્છા કરે તે. (૪) પુરુષપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને સ્ત્રી પરભવમાં પુરુષ
બનવાની ઈચ્છા કરે તે. (૫) પરમવીચારી દેવપણાનું નિયાણું - ઘણા સુતોને વેંચીને બીજા દેવ-દેવીની
સાથે પ્રવીચાર (મેથુન) કરનારા દેવકે દેવી બનવાની પ્રાર્થના કરવી તે. (૬) આત્મપ્રવીચારી દેવપણાનું નિયાણું - જે દેવો કામમાં અતૃપ્ત હોય છે તેઓ પોતાના જ દેવ-દેવીના ઉભયરૂપો વિફર્વીને બન્ને વેદોના
૯ બ્રહ્મચર્યની વાડો, ૯ પ્રકારના નિયાણા
...૫૦...