________________
એકવાર વીરપ્રભુ ચંપાપુરીમાં સમોસર્યા. અંબડ પરિવ્રાજક ભગવાનને વંદન કરીને રાજગૃહી તરફ પ્રયાણ કરતો હતો. પ્રભુએ તેને કહ્યું, “મારા વતી સુલસા શ્રાવિકાને સુખશાતા પૂછજે. અબડ વૈક્રિયલબ્ધિથી રાજગૃહીમાં આવ્યો. તેણે વિચાર્યું, “ભગવાને ભરસભામાં સુલતાને સુખશાતા પૂછાવી, બીજા કોઈને નહીં. રાજગૃહીમાં તો બીજા પણ ઘણા મહાનુભાવો વસે છે. પ્રભુએ આવો પક્ષપાત કેમ કર્યો ? નક્કી બીજા કરતા સુલતામાં કોઈક ગુણ અધિક હોવો જોઈએ. માટે એની પરીક્ષા કરું.” આમ વિચારી રૂ૫-પરાવર્તન કરીને તેણે સુલસા પાસે ભિક્ષા માંગી. સુલતાએ ભિક્ષા ન આપી. એટલે પૂર્વદ્વારે તેણે બ્રહ્માનું રૂપ વિકુવ્યું. સુલસા ન ગઈ. બીજા દિવસે અંબડે દક્ષિણારે વિષ્ણુનું રૂપ વિકુવ્યું. છતાં સુલસા ન ગઈ. ત્રીજા દિવસે અબડે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ વિકુવ્યું. છતાં સુલસા ન ગઈ. ચોથા દિવસે અંબડે ઉત્તરદિશામાં તીર્થકરનું રૂપ વિકુવ્યું. સુલસા ન ગઈ. સખીઓએ કહ્યું, “તારા ભગવાન આવ્યા છતાં કેમ નથી આવતી ?' સુલસાએ કહ્યું, “વીરપ્રભુ ચોવીશમાં તીર્થકર છે. પચીશમાં તીર્થકર ક્યારેય થતાં નથી. આ તો કોઈ ધૂતારો રૂપ વિકુર્તીને લોકોને ઠગે છે.”
આ જોઈ અંબડે વિચાર્યું, “સુલાસાનું સમ્યકત્વ દઢ છે.” બધી માયા સંકેલી અંબઇ સુલસાના ઘરે ગયો. તેણે તેણીને કહ્યું – પ્રભુએ તમને સુખશાતા પૂછાવી છે.” સુલસા પણ એ સાંભળી હરખઘેલી થઈ ગઈ.
આમ બીજા દર્શનોમાં મૂઢવિશ્વાસવાળા ન થવું. (૫) ઉપબૃહણા - તપ, મૃત વગેરે ગુણોની અનુમોદના કરવી. કૃષ્ણનું
દૃષ્ટાંત. કૃષ્ણનું દષ્ટાંત - ઈન્દ્ર સ્વર્ગમાં પોતાની સભામાં, કૃષ્ણના ગુણાનુરાગ ગુણની પ્રશંસા કરી. એક દેવતા પરીક્ષા કરવા નીચે આવ્યો. તે વખતે કૃષ્ણ મહારાજાની સવારી નીકળેલી. તેના રસ્તા પર એણે
૮ પ્રકારના દર્શનાચાર
...૩૯...