________________
જાતિસ્મરણજ્ઞાન થયું. કેવળી ભગવંતને હાથ જોડી તેમણે વિનંતિ કરી, “અમારે યોગ્ય ધર્મ બતાવો.” કેવળીએ તેમને શ્રાવકધર્મ બતાવ્યો. તેમણે ભાવપૂર્વક તેને સ્વીકાર્યો. અને તે બન્ને દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી રાજપુરમાં રાજપુત્ર થઈ તેઓ સિદ્ધ થયા.
આમ વિચિકિત્સા કે વિદ્ધજુગુપ્સાથી બોધિ દુર્લભ બને છે. માટે તેને વર્જવી. દુર્ગધિકાનું દૃષ્ટાંત - શાલિ ગામમાં ઘનમિત્ર શેઠની ઘનશ્રી નામે પુત્રી રહેતી હતી. એકવાર ઉનાળામાં શેઠે તેના વિવાહનો મહોત્સવ કર્યો. ત્યારે કોઈ મુનિ શેઠના ઘરે વહોરવા આવ્યા. શેઠે વહોરાવવા માટે પુત્રીને આજ્ઞા કરી. તેણી મુનિને વહોરાવવા ગઈ. મુનિના વસ્ત્રોમાંથી અને શરીરમાંથી પસીનાં તથા મેલ વગેરેની દુર્ગધ આવવાથી તેણીએ મુખ મરડ્યું અને વિચાર્યું, “અહો ! નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ અચિત્ત જળથી પણ સ્નાન કરતાં હોય તો તેમાં શું દોષ છે ?' આમ તેણીએ જુગુપ્સા કરી. આલોચના કર્યા વિના તે મરી અને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેણીના દુષ્કર્મને લીધે ગર્ભમાં પણ તે માતાને અત્યંત ઉગ પેદા કરે છે. માતાએ ગર્ભપાત માટે ઘણા ઔષધો કર્યા. પણ તે ન મરી. તેણીનો જન્મ થયો. જન્મથી જ તેના શરીરમાંથી દુર્ગંધ વછૂટતી હોવાથી માતાએ વિષ્ટાની જેમ તેણીને ત્યજી દીધી. લોકોએ તેણીનું દુર્ગધિકા નામ પાડ્યું. પૂર્વભવમાં બાંધેલ અશુભ કર્મ ભોગવાઈ ગયા પછી દુર્ગધિકા શ્રેણિક રાજાની રાણી બની અને અંતે તેણીએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી.
આમ સાધુ-સાધ્વીની જુગુપ્સા ન કરવી. (૪) અમૂઢષ્ટિ :- પરવાદીઓના આડંબરોથી મૂઢદૃષ્ટિવાળો ન થાય.
સુલસાનું દૃષ્ટાંત. સુલસાનું દૃષ્ટાંત - રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકા રહેતી હતી.
૩૮..
૮ પ્રકારના દર્શનાચાર