________________
પિતા બન્ને પુત્રોને ધર્મ કરવાની ઘણી પ્રેરણા કરતાં હતા. પણ બન્ને માનતાં ન હતા. એકવાર કીર્તિદેવનું શરીર પૂર્વકર્મના દોષથી એકદમ કૃશ અને શક્તિહીન થઈ ગયું. એટલામાં સંયમસિંહસૂરિ નામના કેવળી ત્યાં આવ્યા. રાજાએ વંદન કરીને તેમને પૂછ્યું, મારા બન્ને પુત્રોને આટલી પ્રેરણા કરું છું છતાં તેઓ ધર્મ કેમ નથી કરતાં ? કીર્તિદેવનું શરીર આટલું કૃશ કેમ થઈ ગયું ?' કેવળીએ કહ્યું, ‘તમારા બન્ને પુત્રોને અહીં લાવો, પછી હું એમનો પૂર્વભવ કહીશ.'
બીજે દિવસે પુત્રો સહિત રાજા કેવળી પાસે આવ્યો. કેવળીએ બન્ને પુત્રોનો પૂર્વભવ કહ્યો, ‘તિલકપુરમાં સુરપ્રભ રાજા અને ચન્દ્રશ્રી રાણી હતા. તે નગરમાં નાગશ્રેષ્ઠી અને તેની નાગશ્રી પત્ની પણ રહેતાં હતા. તેમના બે દીકરા હતા - વીરચંદ અને સૂરચંદ. એકવાર મુનિચંદ્રસૂરિ પાસેથી બન્નેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અશુભકર્મોદયના કારણે વીરચંદને વિચિકિત્સા થઈ, ‘હું જિનપૂજા વગેરેમાં ઘણું ધન ખર્ચુ છું. ભગવાનની આજ્ઞામુજબ વર્તનારાને સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય છે એ નિશ્ચિત છે. છતાં આ બધાનું મને ફળ મળશે કે નહીં ?' આમ વિચિકિત્સા કરતાં કરતાં તેણે કાળ પસાર કર્યો.
સૂરચંદને ત્યાં પણ એકવાર બે સાધુ ભગવંતો આવ્યા. તેમને જોઈ સૂરચંદને જુગુપ્સા થઈ, જેમ બીજાને પીડા ન કરવી જોઈએ તેમ પોતાને પણ પીડા ન કરવી જોઈએ. દાન-દયા વગેરે સુખેથી થઈ શકે તેવા બીજા ધર્મો છે. તેનાથી મોક્ષ થઈ જશે. બીજા દર્શનોએ પણ મોક્ષનો સહેલો માર્ગ જ બતાવ્યો છે. માટે જો ભગવાને પણ સહેલો ધર્મ બતાવ્યો હોત તો સારું થાત.' આ વિદ્વજ્જુગુપ્સા કરીને તેણે પણ કાળ પસાર કર્યો.
આ બન્ને દોષો વડે સમ્યક્ત્વને દૂષિત કરી બોધિદુર્લભતાવાળું કર્મ બાંધી મરીને તે બન્ને વ્યંતરદેવો થયા. ત્યાંથી ચ્યવી અહીં તે પૃથ્વીસાર અને કીર્તિદેવ થયા છે.' જ્યાં આટલું કહ્યું ત્યાં તે બન્નેને
૮ પ્રકારના દર્શનાચાર
...૩૭...