________________
ઉજ્જયિનીથી ઘર તરફ આવતો હતો. વચ્ચે નદીને પાર કરવા તે તેમાં ઉતર્યો. પૂરના કારણે તે નદીમાં તણાવા લાગ્યો. યક્ષે તેને સામા કિનારે પહોંચાડ્યો. તે ઘરે આવ્યો. પત્નીએ કહ્યું, “તમારા ગયા પછી હું યક્ષની પૂજા કરીને વિનંતી કરતી હતી. તેથી તે તમારું રક્ષણ કરતા હતા.” ઈન્દ્રદત્તે કહ્યું, “જો એક યક્ષનો આટલો પ્રભાવ હોય તો હવેથી બધા દેવોની પ્રતિમા દેવાલયમાં સ્થાપી તેમની આરાધના કર.” પત્નીએ એ પ્રમાણે કર્યું.
એકવાર ફરી ચોમાસામાં રાજ્યના કાર્ય માટે તેને બહાર જવાનું થયું. તેણે પત્નીને કહ્યું, “બધા દેવોની વિશેષ પૂજા કરજે.' પત્નીએ તે પ્રમાણે કર્યું. ઈન્દ્રદત્ત પાછો આવતો હતો ત્યારે નદીના પૂરમાં છ યોજન સુધી તણાયો. આયુષ્ય બાકી હોવાથી તે બચી ગયો. ઘરે આવી તેણે પત્નીને ધમકાવી, “તેં કેમ દેવોની પૂજા ન કરી ?' પત્નીએ કહ્યું, “મેં દેવોની પૂજા કરી હતી. તમે જાતે જોઈ લો.” તેણે દેવોની પૂજા કરાયેલી જોઈ. એટલે તે કુહાડી લઈ તે પ્રતિમાઓને તોડવાની તૈયારી કરવા લાગ્યો. પૂર્વેના યક્ષે તેનો હાથ પકડીને કહ્યું, પહેલા જ્યારે મારા એકલાની પૂજા થતી હતી ત્યારે હું મારા અપયશથી ડરીને તને સહાય કરતો હતો. હવે તો તું બધા દેવોને પૂજે છે. તેથી બીજા દેવો તને સહાય કરશે એમ વિચારી મેં તારી ઉપેક્ષા કરી. બીજા દેવોએ પણ એમ જ વિચારી તારી ઉપેક્ષા કરી. માટે કોઈએ તને સહાય ન કરી. ઈન્દ્રદત્ત સમજી ગયો. તેણે તે એક યક્ષ સિવાય બીજા બધા દેવોની પ્રતિમાઓ પાછી મૂકી.
આમ કાંક્ષા કરવાથી જીવ બધી બાજુથી અસહાય બને છે. માટે સમ્યગ્દષ્ટિએ તેને વર્જવી. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફળમાં શંકા ન કરવી. સાધુ-સાધ્વીની
જુગુપ્સા ન કરવી. પૃથ્વી સાર-કીર્તિદેવનું દૃષ્ટાંત, દુર્ગધિકાનું દષ્ટાંત. પૃથ્વી સાર-કીર્તિદેવનું દૃષ્ટાંત :- શ્રીપુરમાં શત્રુંજય રાજા હતો. તેની
જયશ્રી રાણી હતી. તેમના બે પુત્રો હતા- પૃથ્વીસાર અને કીર્તિદેવ. ૩૬..
૮ પ્રકારના દર્શનાચાર