________________
બાજુમાં એક દુર્ગંધમય સડેલું કૂતરીનું મડદું મૂકી દીધું. સવારી નજીક આવી એટલે સિપાઈઓએ મોઢે-નાકે કપડાનો ડૂચો ધરીને ઘોડા દોડાવી મૂક્યા. પણ કૃષ્ણ મહારાજે ઘોડો જેમ ચાલતો હતો તેમ જ ચાલવા દીધો. મડદા તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું, જુઓ જુઓ, આ મડદામાં પેલી દાંતની પંક્તિ કેવી મોતીના દાણા જેવી ચમકી રહી છે !'
આમ બીજાના ગુણોની અનુમોદના કરવી.
(૬) સ્થિરીકરણ :- સીદાતાંને ધર્મમાં સ્થિર કરવા. આષાઢાચાર્યનું દૃષ્ટાંત. આષાઢાચાર્યનું દષ્ટાંત :- નિગ્રન્થગચ્છમાં આષાઢાચાર્ય થયા. તેઓ કાળધર્મ પામતાં પોતાના શિષ્યને નિર્યામણા કરાવી હિતશિક્ષા આપતાં, ‘તારે દેવલોકમાં જઈને મને દર્શન આપવું.' આમ તેમણે ઘણા શિષ્યોને કહ્યું. છતાં કોઈ પણ દેવલોકમાંથી ન આવ્યું. એકવાર અત્યંત વ્હાલા પોતાના શિષ્યને નિર્યામણા કરાવીને તેમણે કહ્યું, ‘હે વત્સ ! તારે અવશ્ય મને દર્શન આપવું.' આમ તેમણે ખૂબ પ્રાર્થના કરી. શિષ્ય સ્વીકાર્યું. દેવ થઈને ત્યાંના કાર્યમાં મોડું થતાં તે શિષ્ય જલ્દી ન આવ્યો. એટલે ગુરુએ વિચાર્યું, મેં અનેક શિષ્યોને નિર્યામણા કરાવી, તેમણે મારી વાત માની પણ ખરી. પણ તેમનામાંથી એક પણ મને દર્શન આપવા ન આવ્યો. માટે સ્વર્ગ અને નરક કંઈ નથી. આજસુધી મેં ફોગટ ક્રિયાનું કષ્ટ કર્યું.’ આમ વિચારી તે મિથ્યાત્વ પામ્યા. તેઓ ગચ્છને છોડીને નીકળી ગયા.
દેવે અવધિજ્ઞાનથી પોતાના ગુરુનું સ્વરૂપ જાણ્યું. તેણે ગુરુના જવાના રસ્તામાં એક ગામ પાસે દિવ્ય નાટક બતાવ્યું. સૂરિજીને તે નાટક જોતાં છ મહિના વીતી ગયા. દેવતાઈ પ્રભાવથી તેમને ભૂખતરસ ન લાગ્યા. દેવે તે નાટકનો સંહાર કર્યો. તેઓ આગળ ચાલ્યા. તેમણે વિચાર્યું, ‘અહો ! આજે સુખેથી એક નાટક જોયું.’ દેવે ‘તેમનામાં વ્રત છે કે નહીં ?' એની પરીક્ષા કરી. પછી દેવે પ્રગટ થઈને કહ્યું,
૮ પ્રકારના દર્શનાચાર
...૪૦...