________________
(૫) અનિનવન - જ્ઞાનદાતા ગુરુનો અપલાપ ન કરવો. દકસૂકરનું
દષ્ટાંત, પરિવ્રાજકનું દૃષ્ટાંત. પરિવ્રાજકનું દૃષ્ટાંત :- એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાના સામર્થ્યથી આકાશમાં અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી ખુશ કરી તેની પાસેથી તે વિદ્યા મેળવી લે છે. પછી અન્ય સ્થાને જઈને તે પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે. તેથી લોકો તેની પૂજા કરે છે. રાજાએ પૂછ્યું, “ભગવાન્ ! શું આ વિદ્યાનો અતિશય છે ? કે તપનો અતિશય છે ?” તે કહે છે કે, “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછયું, “કોની પાસેથી આ વિદ્યા શીખ્યા ?” તે બોલ્યો, “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિઓની પાસેથી મેં આ વિદ્યા મેળવી છે.” તરત જ ત્રિદંડ ઘડુ કરતું પડી ગયું.
આમ વિદ્યાગુરુનો અપલાપ ન કરવો. (૬) વ્યંજન - અક્ષરો, પદો, વાક્યો વધુ કે ઓછા ન બોલાઈ જાય
તેનો ઉપયોગ રાખવો. દામન્નકનું દૃષ્ટાંત, કુણાલનું દૃષ્ટાંત. કુણાલનું ટર્ણત :- સમ્રાટ અશોકગ્રીને પોતાના પુત્ર કુણાલને ભણાવવા માટે પંડિતના ઘરે મૂકવાનો હતો. તે માટે તેમણે પંડિતને પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું, “ગથીયતા કુમાર: કુમાર ભણાવાય. પત્ર લખતાં લખતાં રાજા અન્ય કામ માટે ગયા. કુણાલની સાવકી માતા ત્યાં આવી. પત્ર વાંચ્યો. ઈર્ષાથી તેણીએ ૩ ની માથે મીંડું કર્યું. તેથી ‘પંથીયતા ગુમાર' થયું - કુમારને આંધળો કરાય. તે તરત ત્યાંથી ચાલી ગઈ. રાજાએ પાછા આવી પત્ર ફરી વાંચ્યા વિના બંધ કરી મંત્રીઓને પત્ર આપી તેમની સાથે કુણાલને પંડિતના ઘરે મોકલ્યો. મંત્રીઓએ પંડિતને રાજાનો પત્ર આપ્યો. પત્ર વાંચી પંડિત અવાક થઈ ગયો. કુણાલે કારણ પૂછ્યું. પત્ર બતાવ્યો. કુણાલે પત્ર વાંચ્યો. પંડિતને કહ્યું, “વિચાર શું કરો છો ? પિતાજીની આજ્ઞાનું પાલન કરો.” પંડિત કહે, “મારાથી એ નહીં બને.” કુણાલે જાતે
૮ પ્રકારના જ્ઞાનાચાર
..૩૩...