________________
બે સળીયા લઈ પોતાની આંખો ફોડી નાંખી અને પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું.
જેમ ૩ ની ઉપર એક અનુસ્વાર આવી જતાં અર્થનો અનર્થ થઈ ગયો. તેમ સૂત્રોના અક્ષરો, પદો, વાક્યો વધુ કે ઓછા બોલાય
તો અર્થ બદલાઈ જાય. માટે તેવું ન થાય એની કાળજી રાખવી. (૭) અર્થ - સૂત્રોનો અઘટિત અર્થ ન કરવો, યોગ્ય અર્થ કરવો. વસુરાજાનું
દૃષ્ટાંત. વસુરાજાનું દૃષ્ટાંત :- ક્ષીરકદંબક ઉપાધ્યાયને ત્યાં પર્વત, વસુ અને નારદ નામના વિદ્યાર્થીઓ ભણતાં હતા. પર્વત ઉપાધ્યાયનો પુત્ર હતો, વસુ રાજપુત્ર હતો. પિતાએ દીક્ષા લીધા બાદ વસુ રાજા થયો. વસુ રાજા સ્ફટિકની શિલામાંથી વેદિકા બનાવી તેની ઉપર સિંહાસન રાખીને બેસતો. તેથી લોકોમાં તેમની ખ્યાતિ ફેલાઈ કે સત્યવાદીપણાથી રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહે છે.
ઉપાધ્યાયે પણ દીક્ષા લીધી. એકવાર પર્વત ‘બૈર્યgવ્ય' એવા શાસ્ત્રવચનનો અર્થ “બકરાથી યજ્ઞ કરવો જોઈએ.' એમ કર્યો. ત્યારે નારદે કહ્યું કે, “ગુરુજીએ મન નો અર્થ ડાંગર કર્યો હતો. તેથી ડાંગરથી યજ્ઞ કરવો જોઈએ.’ એવો અર્થ થાય.” બન્ને વચ્ચે ઝઘડો થયો. સમાધાન કરવા તેમણે નક્કી કર્યું કે વસુરાજાને પૂછવું. જે ખોટો હોય તેણે જીભ છેદવી. પર્વતની માતા સત્ય જાણતી હતી. તેથી પુત્ર મરશે એમ જાણી તેણીએ વસુરાજા પાસે જઈ પુત્રની ભીખ માંગતા કહ્યું, “તે બન્ને પૂછવા આવે ત્યારે મન નો અર્થ બકરો કરજો.” તે બન્ને આવ્યા. અર્થ પૂછ્યો. વસુરાજા ખોટું બોલ્યો. દેવીએ લોહી વમતો કરી સિંહાસન પરથી પાડ્યો.
આમ શાસ્ત્રવચનનો વિપરીત અર્થ ન કરવો. (૮) તદુભય:- સૂત્ર અને અર્થ તે તદુભાય. તે ઉપયોગપૂર્વક બરાબર
બોલવા. કુણાલનું દૃષ્ટાંત.
૩૪...
૮ પ્રકારના જ્ઞાનાચાર