________________
ભીલના હૃદયમાં શિવજી પ્રત્યે જેવું બહુમાન હતું તેના કરતા પણ ચઢિયાતું બહુમાન જ્ઞાન-શાની-જ્ઞાનના સાધનો પ્રત્યે આપણા હૃદયમાં હોવું જોઈએ.
(૪) ઉપધાન : – તે તે સૂત્રોના ઉપધાન (જોગ) કરવા. માતૃમુનિનું દૃષ્ટાંત, અશકટપિતાનું દૃષ્ટાંત.
અશકટપિતાનું દૃષ્ટાંત ઃ- એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા હતા. તેથી સ્વાધ્યાયકાળમાં પણ તેઓ ખોટી ખોટી અસજ્ઝાયની ઘોષણા કરવા લાગ્યા. તેથી તેમણે જ્ઞાનાવરણકર્મ બાંધ્યું. તેઓ કાળ કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તેઓ ભરવાડના કુળમાં આવ્યા. તે ભરવાડને સંસારના ભોગો ભોગવતા એક દીકરી થઈ. તે ખૂબ રૂપાળી હતી. બધા ભરવાડો ગાયોને ચરાવવા અન્ય ગામોમાં જાય છે. ત્યારે તે છોકરીના પિતાનું ગાડુ બધાથી આગળ ચાલે છે. તે છોકરી તે ગાડાના આગળના ભાગમાં બેઠી છે. યુવાનોએ તેણીને જોવા માટે ગાડા ઉન્માર્ગે આગળ વધાર્યા. તેથી તેમના ગાડા ભાંગી ગયા. તેથી લોકોએ તે છોકરીનું અશકટા નામ પાડ્યું. તેથી તેના પિતાનું નામ અશકટપિતા પડી ગયું. આ પ્રસંગથી અશકટપિતાને વૈરાગ્ય થયો. દીકરીને યોગ્ય પુરુષ સાથે પરણાવી તેણે દીક્ષા લીધી.
દીક્ષા લીધા પછી તેણે ઉત્તરાધ્યયનસૂત્રના યોગોદહન શરૂ કર્યા. તેમાં ત્રણ અધ્યયન સુધી ભણ્યા. ચોથા અધ્યયનનો ઉદ્દેશો થયો. ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવ્યું. તેથી તે મુનિને તે અધ્યયન યાદ રહેતું નથી. ગુરુ કહે છે, ‘છઠ્ઠ કરી લે, તને અપવાદમાર્ગે આની અનુજ્ઞા કરાવી દઉં.’ તે મુનિ પૂછે છે, ‘ઉત્સર્ગમાર્ગે આ અધ્યયનના યોગ કેવી રીતે થાય ?' ગુરુ કહે, ‘જ્યાં સુધી આ અધ્યયન ન ભણાય ત્યાં સુધી આયંબિલ કરવા પડે.’ મુનિ કહે, ‘હું એ રીતે જ ભણીશ.' એ રીતે ભણતા એ મુનિએ બાર વર્ષમાં તે અધ્યયન કંઠસ્થ કર્યું. ત્યાં સુધી તેમણે આયંબિલ કર્યા. ત્યારે તેમનું જ્ઞાનાવરણકર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકટિપતાએ આગાઢ યોગનું પાલન કર્યું તેમ યોગનું (ઉપધાનનું) બરાબર પાલન કરવું.
...૩૨...
૮ પ્રકારના જ્ઞાનાચાર