________________
(૩)
બહુમાન :- બહુમાન એટલે અંદરની પ્રીતિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનો ઉપર બહુમાન રાખવું. ભીલનું દૃષ્ટાંત. ભીલનું દૃષ્ટાંત :- એક જંગલમાં એક ભીલ રહેતો હતો. એકવાર તે એક શિવમંદિરમાં જઈ ચડ્યો. શિવજીના દર્શન કરી એને થયું કે, “આ કોઈ મોટા ભગવાન છે, માટે એમની પૂજા કરું.” પણ એને પૂજા કેમ કરવી ? તે આવડતું ન હતું. એટલે નદીએથી મોઢામાં પાણી ભરી શિવજી પર કોગળો કરી તેણે અભિષેક કર્યો. તેણે ડાબા હાથે શિવજીને પુષ્પો ચડાવ્યા. પછી તેણે ડાબો પગ ઊંચો રાખી શિવજીનું ધ્યાન કર્યું. અને તે શિવજીના ચરણમાં પડ્યો. શિવજી તેના પર પ્રસન્ન થયા. તેમણે તેની સાથે વાત કરી. આ જોઈ પૂજારીને ગુસ્સો આવ્યો. ભીલના ગયા પછી એણે શિવજીને ઠપકો આપ્યો,
હું વરસોથી રોજ વિધિપૂર્વક તમારી પૂજા કરું છું, છતાં મારી સાથે કોઈ દિવસ તમે વાત નથી કરી અને આ ભીલ અવિધિથી જેમ તેમ પૂજા કરી ગયો, છતાં પહેલે જ દિવસે તમે એની સાથે વાત કરી. તમે પક્ષપાતી છો.” શિવજીએ કહ્યું, “હું પક્ષપાતી નથી. પણ ભીલના હૃદયમાં મારી ઉપર વધુ બહુમાન છે. માટે મારી તેના પર વધુ કૃપા છે અને તારા હૃદયમાં મારી ઉપર એવું બહુમાન નથી માટે તારી ઉપર મારી એવી કૃપા નથી. જો તને વિશ્વાસ ન આવતો હોય તો કાલે ખાતરી કરાવીશ.”
બીજા દિવસે શિવજીએ પોતાની એક આંખ કાઢી નાખી. સવારે પૂજારી આવ્યો. તેણે તે જોયું. તેણે ચારે બાજુ બૂમો પાડી અને લોકોને ભેગા કર્યા. તે રડવા લાગ્યો. પણ તેણે શિવજીની બીજી આંખ પાછી લાગી જાય તેવા વિશેષ પ્રયત્નો ન કર્યા. રોજના ક્રમ મુજબ ભીલ આવ્યો. શિવજીની એક આંખ તેણે ન જોઈ. એને ખૂબ દુઃખ થયું. તેણે તરત છરીથી પોતાની એક આંખ કાઢી શિવજીની આંખના સ્થાને બેસાડી. તે શિવજીની બંને આંખો જોઈ આનંદિત થયો. શિવજીએ પ્રગટ થઈ પૂજારીને કહ્યું, ‘મારી વાતની તને ખાતરી થઈ ?' તરત તેમણે ભીલની આંખ પાછી સજીવન કરી.
૮ પ્રકારના જ્ઞાનાચાર
...૩૧...