________________
(૪) ચોથી છત્રીશી
૬ પ્રકારના વચનના દોષોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની લેશ્યાઓના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના આવશ્યકોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના દ્રવ્યોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના તર્કોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની ભાષાના પરમાર્થને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૬ પ્રકારના વચનના દોષો બ
(૧) અલિકવચન : - જૂઠું બોલવું તે અલિકવચન.
(૨) હીલિતવચન :- અસૂયા-ઈર્ષ્યાવાળું વચન તે હીલિતવચન. (૩) ખિસિતવચન :- નિંદાવાળું વચન તે ખિસિતવચન.
(૪) કર્કશવચન :- કઠોર વચન તે કર્કશવચન. દા.ત. કાણાને કાણો કહેવો તે.
(૫) નાત્રકોનવચન :- સંસારી સંબંધોથી બોલાવવા તે નાત્રકો
ઘટ્ટનવચન.
(૬) અધિકરણવચન :- શાંત થયેલા ઝઘડાની ઉદીરણા કરાવનારું વચન તે અધિકરણવચન.
છ ૬ પ્રકારની લેફ્સાઓ ર
કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે લેશ્યા. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે
(૧) કૃષ્ણલેશ્યા :- કૃષ્ણલેશ્યાવાળો રૌદ્ર, દુષ્ટ, હંમેશા ક્રોધી, ઝઘડા કરવાના સ્વભાવવાળો, ધર્મ વિનાનો, નિર્દય, વૈરવાળો હોય છે. (૨) નીલલેશ્યા :- નીલલેશ્યાવાળો આળસુ, મંદબુદ્ધિવાળો, સ્ત્રીમાં લુબ્ધ, પ્રપંચી, લાંબો સમય ગુસ્સો કરનારો, હંમેશા માની હોય છે.
૬ પ્રકારના વચનના દોષો
-
...૧૯...