________________
(૩) કાપોતલેશ્યા :- કાપોતલેશ્યાવાળો ચિંતાતુર, વિષાદ કરનારો, બીજાની નિંદા કરનારો, પોતાની પ્રશંસા કરનારો, સંગ્રામમાં મરણને ઈચ્છનારો હોય છે.
(૪) તેજોલેશ્યા :- તેજોલેશ્યાવાળો વિદ્યાવાળો, કરુણાવાળો, કાર્ય-અકાર્યને વિચારનારો, લાભમાં અને અલાભમાં સદા પ્રીતિવાળો હોય છે. (૫) પદ્મલેશ્યા :- પદ્મલેશ્યાવાળો શક્તિશાળી, ક્ષમાવાળો, હંમેશા ત્યાગી, પ્રભુપૂજામાં ઉદ્યમવાળો, પવિત્ર, શીલવાન, હંમેશા આનંદવાળો હોય છે.
(૬) શુક્લલેશ્યા :- શુક્લલેશ્યાવાળો બીજાનું અને પોતાનું કાર્ય કરનારો, સ્વસ્થ, ઈચ્છા અને શોક વિનાનો, રાગ-દ્વેષ-ભય વિનાનો હોય છે. લેશ્યાના પરિણામને સમજવા જાંબુ ખાવા ઈચ્છતાં છ મનુષ્યોનું દૃષ્ટાંત – ૬ મનુષ્યોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. તેઓ જાંબુના ઝાડ પાસે ગયા. પહેલાએ કહ્યું કે, ‘જાંબુના ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ.' બીજાએ કહ્યું કે, ‘માત્ર મોટી ડાળીઓ કાપીએ.’ ત્રીજાએ કહ્યું કે, ‘નાની ડાળીઓ કાપીએ.’ ચોથાએ કહ્યું કે, ‘જાંબુના ઝુમખાં કાપીએ.' પાંચમાએ કહ્યું કે, ‘માત્ર જાંબુ તોડીએ.' છઠ્ઠાએ કહ્યું કે, નીચે પડેલા જાંબુ ખાઈએ.'
લેશ્યાના પરિણામને સમજવા ગામનો ઘાત કરનારા છ મનુષ્યોનું દૃષ્ટાંત - છ મનુષ્યો ગામને લૂંટવા ગયા. પહેલાએ કહ્યું કે, ‘બધાને મારી નાંખીએ.' બીજાએ કહ્યું કે, માત્ર મનુષ્યોને મારીએ.' ત્રીજાએ ક્યું કે, ‘માત્ર પુરુષોને જ મારીએ.’ ચોથાએ કહ્યું કે, ‘માત્ર શસ્ત્રવાળા પુરુષોને જ મારીએ.’ પાંચમાએ કહ્યું કે, ‘માત્ર યુદ્ધ કરનારાઓને જ મારીએ.' છટ્ઠાએ કહ્યું કે, કોઈને મારવા નથી. માત્ર ધન લૂંટીને જઈએ.’
બન્ને દૃષ્ટાંતોમાં પહેલા મનુષ્ય જેવા અત્યંત ક્રુર પરિણામ તે કૃષ્ણલેશ્યા, બીજા મનુષ્ય જેવા ઓછા ક્રુર પરિણામ તે નીલલેશ્યા, ત્રીજા મનુષ્ય જેવા તેનાથી ઓછા ક્રુર પરિણામ તે કાપોતલેશ્યા, ચોથા મનુષ્ય જેવા કંઈક સારા પરિણામ તે તેજોલેશ્યા, પાંચમા મનુષ્ય જેવા વધુ સારા પરિણામ તે પદ્મલેશ્યા, છટ્ઠા મનુષ્ય જેવા અત્યંત સારા પરિણામ તે શુક્લલેશ્યા.
૬ પ્રકારની લેશ્યાઓ
...૨૦...