________________
(૪) આસુરીભાવના :- ઝઘડાખોર, સંસક્તતપવાળો, નિમિત્તથી આજીવિકા ચલાવનારો, પશ્ચાત્તાપ વિનાનો, અનુકંપા વિનાનો જીવ આસુરીભાવના કરે છે.
(૫) સંમોહભાવના ઃ- ઉન્માર્ગનો ઉપદેશ આપનારો, માર્ગનો નાશ કરનારો, જ્ઞાન વગેરે પદાર્થોમાં મુંઝાનારો, પરતીર્થિઓની સમૃદ્ધિ જોઈને મુંઝાનારો, માર્ગનો વિપર્યાસ કરનારો, બીજાને અન્ય દર્શનમાં મોહ પમાડનારો જીવ સંમોહભાવના કરે છે.
Ø કાય ભૈ
:
(૧) પૃથ્વીકાય પૃથ્વી એ જ જેનું શરીર છે તે પૃથ્વીકાય (૨) અકાય :- પાણી એ જ જેનું શરીર છે તે અકાય. (૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે તેઉકાય. (૪) વાયુકાય :- વાયુ એ જ જેનું શરીર છે તે વાયુકાય. (૫) વનસ્પતિકાય :- વનસ્પતિ એ જ જેનું શરીર છે તે વનસ્પતિકાય. (૬) ત્રસકાય :- તાપ વગેરેથી પીડિત થયે છતે પોતાની ઈચ્છામુજબ એકસ્થાનથી બીજા સ્થાને જઈ શકે તે ત્રસકાય. તે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
-
...૧૮...
* *
સંસારમાં રહેલા દરેક પદાર્થો સતત કંઈક ને કંઈક નવીન બોધ આપે છે. માત્ર તેમની સન્મુખ જો અમૃતદૃષ્ટિથી જોઈએ તો જગતમાંથી અમૃત મળ્યા જ કરશે.
D દુઃખનું કારણ જન્મ-મરણ, જન્મ-મરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ અને મોહનું કારણ રાગ-દ્વેષ. આમ રાગ-દ્વેષ આખા સંસારનું મૂળ છે.
ત્યાગમાં સનાથતા છે, આસક્તિમાં અનાથતા છે.
૬ કાય