________________
(૪) અબ્રહ્મ (મૈથુન) - સ્ત્રી-પુરુષના યુગલનું કર્મ તે અબ્રહ્મ એટલે કે
મૈથુન. (૫) પરિગ્રહ :- સચેતન કે અચેતન બાહ્ય કે અત્યંતર પદાર્થોનો સંગ્રહ
કરવો અને તેમની ઉપર મૂચ્છ કરવી તે પરિગ્રહ. આ ૫ આસ્રવોથી નિવૃત્ત થવું.
જી ૫ નિદ્રા જ (૧) નિદ્રા - જેમાંથી ચપટી વગેરેથી સુખેથી જાણી શકાય તે નિદ્રા. (ર) નિદ્રાનિદ્રા - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે નિદ્રાનિદ્રા. (૩) પ્રચલા :- જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઉંઘે તે પ્રચલા. (૪) પ્રચલામચલા :- જેમાં ચાલતાં ચાલતાં ઉઘે તે પ્રચલપ્રચલા. (૫) થીણદ્ધિ - જેમાં દિવસે ચિંતવેલા કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ.
૫ કુભાવનાઓ જ (૧) કાંદપિંક ભાવના – કંદર્પ (ઊંચા સ્વરે હસવું) કરતો, કોચ્ચ
(ભાંડચેષ્ટા) કરતો, ખરાબ શીલવાળો, બીજાને હસાવતો, બીજાને આશ્ચર્ય પમાડનારો જીવ કાંદપિક ભાવના કરે છે. કિલ્બિષિક ભાવના :- જ્ઞાન, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ કરનારો જીવ કિલ્બિષિક ભાવના કરે છે. આભિયોગિક ભાવના :- કૌતુક (બાળકની રક્ષા કરવા માટે સ્નાન કરાવવું વગેરે) કરનારો, ભૂતિકર્મ (વસતિ, શરીર, વાસણની રક્ષા માટે એને ભસ્મ, સૂતર વગેરેથી વીંટવું) કરનારો, પ્રશ્ન કરનારો (અંગુઠા, દર્પણ, તલવાર, પાણી વગેરેમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો સ્વયં જુવે કે બીજા પાસે જોવડાવે તે), પ્રશ્નપ્રશ્ન કરનારો (સ્વપ્નમાં આવીને વિદ્યા સ્વયં કહે, ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતા શુભાશુભ કહે તે), નિમિત્ત કરનારો, ત્રણ ગારવવાળો જીવ આભિયોગિક ભાવના કરે છે.
(૨)
૫ નિદ્રા, ૫ કુભાવનાઓ
૧૭..