________________
પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં રાગ ન કરવો અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ ન કરવો. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સમાન રહેનારો વીતરાગ બને છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગ કરવાથી જીવો અકાળે નાશ પામે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયેલા જીવો આ દુઃખોની પરંપરાથી લેપાતાં નથી.
છ ૫ પ્રમાદો ર
(૧) મઘ ઃ- મદ્ય એટલે દારૂં. તે જીવને મોહિત કરે છે. (૨) વિષય :- તે ૫ પ્રકારના છે. તે ઉપર કહ્યા છે.
(૩) કષાય :- કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - ક્રોધ, માન, માયા, લોભ. તેમનું સ્વરૂપ આગળ (પાના નં.૫૬-૫૮ ઉપર) બતાવાશે.
આ
(૪) નિદ્રા :- તેના ૫ પ્રકાર છે. તે પ્રચલા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ. તેનું ઉપર) કહેવાશે.
પ્રમાણે - નિદ્રા, નિદ્રાનિદ્રા, સ્વરૂપ આગળ (પાના નં.૧૭
(૫) વિકથા :- વિરૂપ (ખરાબ) કથા તે વિકથા. તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા. તેમનું સ્વરૂપ આગળ (પાના નં.૧૪૧ ઉપર) બતાવાશે.
આ ૫ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. માટે તેમને ત્યજવા. છ ૫ આસવો
(૧) હિંસા ઃ- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી સ્વ-પરના આત્માથી પ્રાણોને જુદા કરે તે હિંસા.
(૨) જૂઠ :- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી જે અસત્ બોલે તે જૂઠ.
(૩) ચોરી :- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી નહીં દીધેલાનું કે બીજાએ ગ્રહણ કરેલાનું સ્વેચ્છાથી, હઠથી કે ચોરીથી જે ગ્રહણ કરે કે ધારણ કરે તે ચોરી.
...૧૬...
૫ પ્રમાદો, ૫ આસ્રવો