________________
આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરીને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરીને અંતરકરણમાં અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમોહનીયને સર્વથા નહીં વેદનારા જીવનું સમ્યક્ત તે ઓપશમિક સમ્યક્ત. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. તે ભવચક્રમાં પાંચ વાર મળે છે. સાસ્વાદન સમ્યકત્વ :- ઓપશમિકસમ્યક્તથી પડીને મિથ્યાત્વે જનારા જીવને અનંતાનુબંધી ૪ નો ઉદય થયો હોય પણ મિથ્યાત્વમોહનોયનો ઉદય થયો ન હોય ત્યારે તેને સમ્યક્તના કંઈક
સ્વાદનો અનુભવ થતો હોવાથી જે સમ્યક્ત હોય તે સાસ્વાદન સમ્યક્ત. તેનો કાળ જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે. તે ભવચક્રમાં પાંચ વાર મળે છે.
જી ૫ પ્રકારનું ચારિત્ર જ (૧) સામાયિક ચારિત્ર :- સમ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર. આય એટલે
લાભ. જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય તે સામાયિક. શ્રાવકનું બે ઘડીનું સામાયિક અને પૌષધ એ ઈત્વરકથિક સામાયિક ચારિત્ર છે. સાધુનું ભવના અંત સુધીનું ચારિત્ર એ યાવત્કથિક સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય ચારિત્ર:- જૂના ચારિત્રપર્યાયનો છેદ કરી જેમાં પાંચ મહાવ્રતોનું આરોપણ કરાય તે છેદોપસ્થાપનીય ચારિત્ર. તે ત્રણ રીતે હોય છે – (I) નાની દીક્ષાવાળાને વડી દીક્ષાથી આ ચારિત્ર હોય છે. (i) પાર્શ્વનાથ પ્રભુના સાધુ-સાધ્વીજી ભગવંતો ચાર મહાવ્રતવાળું
શાસન છોડી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતવાળા શાસનને
સ્વીકારે ત્યારે તેમને પણ આ ચારિત્ર હોય છે. (ii) મુનિને મૂળગુણના ઘાતે પૂર્વચારિત્રપર્યાયનો છેદ કરી ફરી મહાવ્રતોનું
આરોપણ કરાય ત્યારે તેમને આ ચારિત્ર હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર:- આ ચારિત્ર ૧૮ મહિનાનું છે. એક સાથે ૯ સાધુઓ આ ચારિત્ર સ્વીકારે છે. તેમાં ૪ પરિહારક તપ કરે, ૪ અનુચારક સેવા કરે અને ૧ વાચનાચાર્ય વાચના આપે. આમ ૬ મહિના
કરે. પછી તપ કરનારા સેવા કરે, સેવા કરનારા તપ કરે અને વાચનાચાર્ય ૧૦..
૫ પ્રકારનું ચારિત્ર