________________
(૨) બીજી છત્રીશી) ૫ પ્રકારના સમ્યક્તમાં રત ૫ પ્રકારના ચારિત્રમાં રત ૫ પ્રકારના વ્રતમાં રત ૫ પ્રકારના વ્યવહારમાં રત ૫ પ્રકારના આચારમાં રત ૫ પ્રકારની સમિતિમાં રત ૫ પ્રકારના સ્વાધ્યાયમાં રત
૧ પ્રકારના સંવેગમાં રત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૫ પ્રકારનું સમ્યq (૧) ક્ષાયિક સમ્યક્ત - મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય
અને અનંતાનુબંધી ૪ – આ ૭ કર્મપ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યત્વ તે ક્ષાયિક સમ્યકત્વ. તેનો કાળ સાધિક ૩૩ સાગરોપમ છે. તે ભવચક્રમાં એક જ વાર મળે છે. થાયોપથમિક સભ્યત્વ :- જેણે મિથ્યાત્વમોહનીયના સમ્યક્તમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ ત્રણ પુંજ કર્યા છે એવા જીવને અપૂર્વકરણમાં ઉદયમાં આવેલ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થવાથી અને ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી અનિવૃત્તિકરણમાં ઉત્પન્ન થતું સમ્યત્વ તે ક્ષાયોપથમિક સમ્યક્ત. તેનો કાળ સાધિક ૬૬ સાગરોપમ છે. તે ભવચક્રમાં અસંખ્યવાર મળે છે. વેદક સમ્યક્ત - અનંતાનુબંધી ૪, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી સમ્યત્વમોહનીયનો ઘણોખરો ક્ષય થયે છતે સમ્યક્વમોહનીયના છેલ્લા પુદ્ગલોને વેદતાં જે સમ્યક્ત હોય તે વેદક
સમ્યક્ત. તેનો કાળ એક સમય છે. તે ભવચક્રમાં એક જ વાર મળે છે. (૪) ઓપશમિક સમ્યક્ત :- અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને, ઉદયમાં ૫ પકારનું સમ્યકત્વ
......