________________
સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ છે. તેનાથી જઘન્ય નિર્જરા થાય છે. (i) વાચિક તપ :- ઉગ વિનાનું - સાચું – પ્રિય - હિતકારી વચન, સ્વાધ્યાય, અભ્યાસ એ વાચિક તપ છે. તેનાથી મધ્યમ નિર્જરા થાય છે. તે શારીરિક તપ કરતા વધુ શુભ છે. (i) માનસિક તપ :- મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્માનો નિગ્રહ કરવો, ભાવની શુદ્ધિ એ માનસિક તપ છે. તેનાથી ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. તે વાચિક તપ કરતા વધુ શુભ છે. અથવા, ત્રીજી રીતે તપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - (i) સાત્વિક તપ - ફળની આકાંક્ષા વિના, શ્રદ્ધાપૂર્વક કરાયેલો ઉપર કહેવાયેલો ત્રણ પ્રકારનો તપ તે સાત્વિક તપ છે. (i) રાજસતપ - સત્કાર-માન-પૂજા માટે કરાયેલો, માયાથી કરાયેલો તપ તે રાજસ તપ છે. (i) તામસ તપ - કદાગ્રહથી પોતાને પીડવા કે બીજાનો નાશ કરવા કરાયેલો તપ તે તામસ તપ છે. ભાવ :- ક્ષાયોપથમિક વગેરે શુભ લેગ્યાના પરિણામવિશેષથી દાનશીલ-તપમાં પોતાના રસથી થયેલો ચિત્તનો ઉલ્લાસ તે ભાવ ધર્મ છે.
જી ૪ પ્રકારની ભાવના જ (૧) જ્ઞાન ભાવના :- વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મદશના
એ જ્ઞાનભાવના છે. (૨) દર્શનભાવના - સંવેગ, પ્રશમ, ધૈર્ય, અમૂઢદષ્ટિપણું, માનનો અભાવ,
આસ્તિક્ય, અનુકંપા એ દર્શનભાવના છે. (૩) ચારિત્રભાવના :- પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પરીષહો સહન કરવા
એ ચારિત્રભાવના છે. (૪) વૈરાગ્યભાવના – વિષયોમાં રાગ ન કરવો, શરીરના સ્વરૂપનું ચિંતન
કરવું, જગતના સ્વભાવનું ચિંતન કરવું એ વૈરાગ્યભાવના છે.
૪ પ્રકારની ભાવના