________________
(i) ઊણોદરી - ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઊણોદરી. (ii) વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભોજનસંબંધી અભિગ્રહોને ધારણ કરવા તે વૃત્તિક્ષેપ. () રસત્યાગ :- વિગઈઓનો ત્યાગ કરવો તે વૃત્તિક્ષેપ. (W) કાયક્લેશ - લોચ, વિહાર વગેરેના કષ્ટો સહન કરવા તે કાયક્લેશ. (vi) સંલીનતા :- અંગો-ઉપાંગોને સંકોચી રાખવા તે સંલીનતા. (b) અત્યંતર તપ – લોકો જાણી ન શકે એવો તપ, અથવા જેનાથી બાહ્ય શરીર વગેરેને અસર ન થાય એવો તપ તે અત્યંતર તપ. તે ૬ પ્રકારનો છે – I) પ્રાયશ્ચિત્ત :- અતિચારો, દોષો, પાપોને ગુરુ સમક્ષ પ્રગટ કરી તેનો દંડ લેવો અને તેને વહન કરી આપવો તે પ્રાયશ્ચિત્ત. (I) વિનય :- ભગવાન, ગુરુ, સંઘ, સાધર્મિકો વગેરે પ્રત્યે નમ્રતાનો ભાવ રાખવો તે વિનય. (ii) વૈયાવચ્ચ :- બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરેની સેવા-ભક્તિ કરવી તે વૈયાવચ્ચ. (iv) સ્વાધ્યાય :- તે ૫ પ્રકારનો છે –
વાચના – ભણવું, ભણાવવું. પૃચ્છના - શંકા પડે તો પૂછવું. પરાવર્તના - પાઠ કરવો, આવૃત્તિ કરવી. અનુપ્રેક્ષા – ચિંતન કરવું
ધર્મકથા - બીજાને ધર્મનો ઉપદેશ આપવો. () દયાન - તે બે પ્રકારે છે - ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમનું
સ્વરૂપ આગળ (પાના નં.૬-૮ ઉપર) બતાવાશે. (vi) કાઉસ્સગ્ન :- સ્થાન-મૌન-ધ્યાન પૂર્વક કાયાનો ત્યાગ કરવો તે કાઉસ્સગ્ગ. અથવા, બીજી રીતે તપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે :(1) શારીરિક તપ :- દેવ-અતિથિ-ગુરુ-વિદ્વાનની પૂજા, પવિત્રતા,
...
...
૪ પ્રકારનો ધર્મ