SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ખદ્ધાદન :- ગુરુને થોડું આપી સારું સારું પોતે વાપરવું. (૨૦) ખદ્ધભાષણ :- કર્કશ સ્વરે મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવું તે. (૨૧) તત્રગત :- ગુરુ બોલાવે ત્યારે ‘મર્ત્યએણ વંદામિ’ કહી તેમના આસને જવું જોઈએ. તેની બદલે પોતાના આસન પર બેઠા થકા જ જવાબ આપવો તે. (૨૨) કિં ભાષણ :- ગુરુ બોલાવે ત્યારે ‘આજ્ઞા ફરમાવો.’ એમ કહેવું જોઈએ. તેની બદલી કેમ ? શું કહો છો ? શું છે ?' એમ કહેવું તે. (૨૩) તું ભાષણ :- ગુરુને ‘ભગવંત, પૂજ્ય, આપ' કહી બોલાવવા જોઈએ. તેની બદલે ‘તું, તમે' વગેરે કહેવું તે. (૨૪) તજ્જાત ભાષણ :- ગુરુને સામે ઊલટો જવાબ આપવો તે. ગુરુ કહે કે, ‘આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ નથી કરતાં ?' ત્યારે સામો જવાબ આપે, ‘તમે પોતે જ વૈયાવચ્ચ કેમ નથી કરતાં ?' વગેરે. (૨૫) નોસુમન :- ગુરુ કે રત્નાધિક ધર્મકથા કરતાં હોય ત્યારે ‘અહો આપે ઉત્તમ ધર્મકથા કહી.’ એમ પ્રશંસા ન કરે પણ મનમાં દુભાય. (૨૬) નોસ્મરણ :- ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે શિષ્ય એમ કહે, તમને એ અર્થો યાદ નથી. એ અર્થ એ પ્રમાણે ન હોય.' વગેરે. (૨૭) કથાછેદ :- ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે શિષ્ય ગૃહસ્થોને કહે, ‘એ કથા તમને હું પછીથી સારી રીતે સમજાવીશ.' વગેરે. (૨૮) પરિષભેદ :- ગુરુની કથામાં સભા એકતાન થઈ હોય ત્યારે શિષ્ય કહે, ‘હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો.’ વગેરે. (૨૯) અનુત્થિત કથા ઃ- ગુરુએ ધર્મકથા કર્યા બાદ એ જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા વિશેષથી ધર્મકથા કહેવી તે. (૩૦) સંથારપાદટ્ટન :- ગુરુની શય્યા, સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તે. ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના ...૧૪૩...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy