________________
(૩૧) સંથારાવસ્થાન - ગુરુની શય્યા, સંથારા, આસન વગેરે ઉપર ઊભા
રહેવું, બેસવું, સૂવું વગેરે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા ઊંચા આસને બેસવું તે. (૩૩) સમાસન :- ગુરુની સમાન આસન ઉપર બેસવું તે. આ ૩૩ આશાતનાઓ વર્જવી.
જી 3 પ્રકારના વીર્યાચાર જ (૧) માનસિક વીર્યાચાર :- ક્રિયાઓમાં મનનો ઉપયોગ, ઉલ્લાસ વગેરે
રાખવો વગેરે. (૨) વાચિક વીર્યાચાર :- સૂત્રો વગેરે અસ્મલિત ઉચ્ચાર વગેરે પૂર્વક
બોલવા. (૩) કાયિક વીર્યાચાર :- ક્રિયા વગેરેમાં કાયાને વિધિપૂર્વક પ્રવર્તાવવી તે.
*
*
*
*
*
2. એક નગરમાં દુકાળ પડ્યો. લોકો હેરાન થઈ ગયા. તેઓ મનુષ્યનું
માંસ પણ ખાવા લાગ્યા. એક મહાત્મા આ દશ્ય જોઈને જતા હતા. ત્યાં તેમણે એક ગુલામને પ્રસન્ન વદને હસતો જોયો. તેમણે તેને પૂછયું, “શું આ આનંદ-ઉલ્લાસનો અવસર છે ? તું જોતો નથી કે અન્ન વગર લોકોની શી દશા થઈ રહી છે ?” ગુલામ - “મારે શી ફિકર ? મારો માલીક એક મોટો જાગીરદાર છે. તેના ભંડારમાં પુષ્કળ દ્રવ્ય અને અનાજ છે. એટલે મારે ભૂખે મરવું નહીં પડે. મહાત્મા બોલ્યા, હે પ્રભુ! આ ગુલામ પોતાના શેઠને લીધે આટલો બધો સંતુષ્ટ અને નિર્ભય છે. તો પછી તું તો આખા બ્રહ્માંડનો અધીશ્વર છે. સર્વ પ્રાણીઓનો પિતા છે. તો પછી અમે નકામી ચિંતામાં શા માટે મુંઝાઈએ છીએ ?
...૧૪૪...
૩ પ્રકારના વીર્યાચાર